બોપલમાં આરોપી ઘરમાંથી જ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હતો ઉત્તરાયણનો તહેવાર નજીક આવતો જાય છે તેમ ખાનગી રીતે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ પણ વધી રહ્યું છે. જેમાં બે અલગ અલગ બનાવમાં પોલીસે બોપલમાંથી અને બાવળામાંથી ચાઈનીઝ દોરી સાથે રૂ.2,30,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બન્ને કેસમાં કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
બાવળા પોલીસને માહિતી મળી હતી કે ચલોડા-બાવાળા રોડ કાળી તલાવડી પાસે કેટલાક શખ્સો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે. જને આધારે પોલીસે અહીં તપાસ કરીને ચાઈનીઝ દોરીની રૂ.18,000 ની કિંમતના 18 રીલ તથા ઈકો ગાડી કબજે કરીને કુલ રૂ. 2,18,000 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે ચંદ્રકાંત નાનુજી ઠાકોર અને વિજય ધુડાભાઈ ઠાકોરની ધરપકડ કરી હતી. બાવળા પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અન્ય બનાવમાં બોપલ પોલીસને માહિતી મળી હતી કે શેલા ગામમાં કુરેશી વાસમાં રહેતા મયુદીનહુસેન શબ્બીરભાઈ મલેક પોતાના ઘરે ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે. જેને આધારે પોલીસે મલેકના ઘરે તપાસ કરીને રૂ.12,900 ની કિંતના 43 રીલ કબજે કર્યા હતા. બોપલ પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.