જિલ્લામા 21 માર્ચથી 45 સેન્ટરો પર રાયડાની ખરીદી કરાઇ રહી છે; ટેકાના ભાવે રાયડો વેચવા 59 હજાર ખેડૂતોએ નોધણી થઇ; બનાસકાંઠા જિલ્લામા સરકાર દ્વારા ગત મહિનાથી ટેકાના ભાવે રાયડાની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં જુદા જુદા 45 સેન્ટર પર ખેડૂતો પાસે થી 2.13 લાખ કિવન્ટલ રાયડા ની ખરીદી કરવામાં આવી છે જોકે જિલ્લામા ટેકાના ભાવે રાયડો વેચવા 59 હજાર ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ છે.
રાજ્યમાં ખેડૂતોને રાયડાના પાકમાં પોષણશ્રમ ભાવ આપવા માટે રાયડા નો ટેકાનો ભાવ 1190 નક્કી કરી ખેડૂતો પાસે થી ગુજકોમાસલ દ્વારા ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામા 59 હજાર ખેડૂતોએ ટેકાના ભાવે રાયડો વેચવા ઓનલાઇન નોંધણી કરાવી છે અને ગત. તા.21 માર્ચ 2025 થી જુદા જુદા 45 સેન્ટર પર ટેકાના ભાવે રાયડાની ખરીદી કરાઇ રહી છે. જેમાં અત્યાર સુધીમાં 2.13.720 લાખ ક્વિન્ટલ રાયડાની ખરીદી કરવામાં આવી છે જેમાં ટેકાના ભાવે રાયડો ભરાવવા અંગે રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને મેસેજ કરીને જાણ કરવામા આવે છે.