મહેસાણા જિલ્લામાં મુખ્ય શિક્ષકોના જિલ્લા ફેર બદલી કેમ્પમાં 122 જગ્યાઓ સામે 182 અરજીઓ

મહેસાણા જિલ્લામાં મુખ્ય શિક્ષકોના જિલ્લા ફેર બદલી કેમ્પમાં 122 જગ્યાઓ સામે 182 અરજીઓ

મહેસાણા જિલ્લામાં મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી ઓફલાઈન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 122 જગ્યાઓ પૈકી 182 અરજીઓ આવી હતી. જ્યાં HTAT મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા ફેર બદલી માટે કરાયેલ અરજીઓની ચકાસણી કરી માન્ય કે અમાન્ય કરવા લેખિત કારણ સહિત અરજદારને જાણ કરવામાં આવી હતી. HTAT મુખ્ય શિક્ષક દ્વારા કરાયેલ અરજીઓ તમામ આધાર પુરાવા સહિત મંજુર કરવા પાત્ર અરજીઓને જિલ્લાવાર તૈયાર કરી અસલ અરજી સંબંધિત જિલ્લામાં રૂબરૂ આપવામાં આવી હતી.

જે મુજબ જાણવા મળેલ માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લામાં મળેલ અરજીઓની અગ્રતા અને શ્રેયાનતા મુજબની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં સિનિયોરિટી મુજબની ભરતી પ્રક્રિયા હાથ ધરી ખાલી પડેલી 122 જગ્યાઓની પૂરતી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાં મુખ્ય શિક્ષકોના જિલ્લા ફેર બદલી કેમ્પમાં 122 જગ્યાઓ પૈકી 182 અરજીઓ આવેલ હતી જેમાંથી મહેસાણા જિલ્લાની 165 જગ્યાઓ પૈકી સરકારના આદેશ મુજબ 75% જેટલી જગ્યાઓ ભરવાની થતી હોઈ જેમાંથી 122 જગ્યાઓ પૈકી 61 અગ્રતા યાદીથી અને 61 સામાન્ય યાદીથી ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે. અત્રે નોંધનીય બાબત એ છે કે જિલ્લા ફેરમાં ઓફલાઈન યોજાયેલ મુખ્ય શિક્ષક બદલી કેમ્પમાં શિક્ષક દંપતી, સરકારી દંપતી, વિધવા, દિવ્યાંગ, વાલ્મિકી વગેરેની અગ્રતા મુજબ ભરતી પ્રક્રિયા યોજાશે. જેમાં આગામી 27-1-2025 સુધીમાં જિલ્લા ફેર બદલી માટે કેમ્પ દ્વારા શાળા પસંદગી નક્કી કરાવી જેતે મુખ્ય શિક્ષકને તેનો હુકમ કરવામાં આવનાર છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *