પાટણમાં 180 પોસ્ટ કમૅચારી સેન્ટ્રલ વર્કિંગ કમિટીના આદેશ મુજબ એક દિવસની હડતાળમાં જોડાયા

પાટણમાં 180 પોસ્ટ કમૅચારી સેન્ટ્રલ વર્કિંગ કમિટીના આદેશ મુજબ એક દિવસની હડતાળમાં જોડાયા

કમૅચારીઓની હડતાળ ના પગલે ટપાલ અને કુરિયરની સેવાઓ બંધ રહી; પાટણ જિલ્લામાં બુધવારે સેન્ટ્રલ વર્કિંગ કમિટીના આદેશ મુજબ 180 પોસ્ટ કર્મચારીઓ એક દિવસની હડતાળ પર ઉતરતા ટપાલ અને કુરિયરની સેવાઓ બંધ રહી હતી.

હડતાળમાં જોડાયેલા કર્મચારીઓની મુખ્ય માગણીઓમાં 8મા પગાર પંચની તાત્કાલિક રચના અને જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાનો સમાવેશ થાય છે. કર્મચારીઓ માગે છે કે પગાર પંચમાં સ્ટાફ સાઈડની સૂચનાઓ ધ્યાનમાં લેવામાં આવે. કોવિડ સમયના મોંઘવારી ભથ્થા અને રાહતના ત્રણ હપ્તાની ચૂકવણી કરવાની માગ પણ કરવામાં આવી છે. કર્મચારીઓ પેન્શન કમ્યુટેશનનો સમયગાળો 15 વષૅ થી ઘટાડીને 12 વર્ષ કરવા માગે છે.

અન્ય માગણીઓમાં અનુશંપાજનક નિમણૂકો પરની 5% મર્યાદા દૂર કરવી,ખાલી જગ્યાઓ ભરવી અનેઆઉટસોર્સિંગ તથા કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાનો સમાવેશ થાય છે. કેઝ્યુઅલ, કોન્ટ્રાક્ટ અને ગ્રામીણ ડાક સેવકોને નિયમિત કરવાની માગ પણ કરવામાં આવી છે. કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માગણીઓ નહીં સંતોષાય તો ભવિષ્યમાં વધુ ઉગ્ર આંદોલન કરાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *