પરિવારે સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા
સરસ્વતી તાલુકાના એક ગામ માંથી ૧૭ વર્ષની કિશોરી ગાયબ થઈ હોવાની ધટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. તો કિશોરી ગુમ થવાના મામલે સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી હોય પોલીસે તપાસ ના ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના એક ગામમાં રહેતી ૧૭ વષૅની કિશોરી તા. ૮ જૂનની રાત્રે ઘરના આંગણામાં સૂતી હતી તેણી સવારે ૫ વાગે જ્યારે તેના ખાટલા પર જોવા ન મળતા પરિવારે શોધખોળ શરૂ કરી.
કિશોરીની માતાના પ્રથમ લગ્નથી જન્મેલી આ સગીરા તેના સાવકા પિતા સાથે રહેતી હતી. તેની માતાએ પ્રથમ પતિ સાથે છૂટાછેડા લીધા બાદ સરસ્વતી તાલુકાના આ ગામમાં બીજા લગ્ન કર્યા હતા. બીજા લગ્નથી તેને બે સંતાનો પણ છે. પરિવારે આરોપ મૂક્યો છે કે ગામનો એક યુવક કિશોરીનું અપહરણ કરી ગયો છે. કિશોરી તેની કાકીના ફોનથી કોઈક સાથે સગપણની વાતચીત કરતી હતી. તે ફોન નંબર અને યુવક સાથેની છેલ્લી વાતચીતના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે યુવક પણ તે જ રાત્રે ઘરેથી ગાયબ થઈ ગયો છે. આ બાબતે પરિવારે સરસ્વતી પોલીસમાં કિશોરી ના અપહરણ ની ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

