હાલમાં અમેરિકામાં આગનું તોફાન જોવા મળી રહ્યું છે, લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગ આજદિન સુધી ઓલવાઈ નથી. કેલિફોર્નિયાના ગવર્નરે કહ્યું કે ઇતિહાસની આ સૌથી મોટી આગ છે. આ આગમાં અમેરિકાને અબજો ડોલરનું નુકસાન થયું છે. આ આગમાં 1 લાખથી વધુ લોકોને પોતાના ઘર છોડવા પડ્યા છે, જ્યારે અનેક ફિલ્મ સ્ટાર્સ અને નેતાઓના ઘર પણ બળીને રાખ થઈ ગયા છે. જેમાં 16 લોકોના મોત પણ થયા છે. અનેક લોકોના ગુમ થવાની આશંકા છે.
આ આગએ 56 હજાર એકરથી વધુ જમીનને લપેટમાં લીધી છે. અધિકારીઓને આશંકા છે કે જો આ આગ જલદી ઓલવાઈ નહીં તો મોટી સમસ્યા સર્જાઈ શકે છે.
ગત મંગળવારથી આ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભારે પવનને કારણે તેને કાબૂમાં લઈ શકાયો નથી. અમેરિકા યુદ્ધના ધોરણે આ આગને ઓલવવામાં લાગેલું છે, કારણ કે આ આગ ઘણા શહેરોને સંપૂર્ણપણે નષ્ટ કરી ચૂકી છે.