ડ્રાઈવીંગ લાયસન્સ, PAN કાર્ડ, બેંક-પોસ્ટ પાસબુક, પાસપોર્ટ, આધાર કાર્ડ સહિતના ૧૪ દસ્તાવેજો ચૂંટણી પંચે માન્ય રાખેલ છે.
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની મતદાર યાદીઓ વિધાનસભા મતદારયાદી પરથી તૈયાર કરવામાં આવે છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજયમાં મતદારોને ફોટો ઓળખપત્ર (EPIC) પુરાં પાડવામાં આવે છે. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મતદાર પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદારને મળેલ ફોટો ઓળખપત્ર (EPIC) મતદાન મથકે રજૂ કરવાની સૂચના છે.
રાજયની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી માટે યોજાનાર મતદાન માટે મતદાન મથકે આવના૨ મતદા૨રે ભા૨તના ચૂંટણી પંચે મતદા૨ને આપેલ મતદા૨ ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ કરવાનું રહેશે. આ ઉપરાંત રાજય ચૂંટણી આયોગે મતદારના ઓળખપત્ર માટેના વૈકલ્પિક દસ્તાવેજી પુરાવાઓ પણ માન્ય કરેલ છે.
રાજયની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી માટે યોજાનાર મતદાન માટે મતદાન મથકે આવનાર મતદારે ભારતના ચૂંટણી પંચે મતદારને આપેલ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) માં કેલીરીકલ ભુલ અથવા જોડણીની ભુલ હોય તો મતદારને મત આપવા માટે તે ભુલ ઘ્યાને લેવાની રહેશે નહી. મતદાર ફોટો ઓળખપત્ર અન્ય વિધાનસભા મત વિસ્તારનું હોય તો પણ મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવાના હેતુસર માન્ય રાખવાનું રહેશે. પરંતુ જો કોઈ મતદાર આવુ ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ ન કરી શકે તો સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓમાં સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે, રાજય ચૂંટણી આયોગે નીચે મુજબના દસ્તાવેજી પુરાવાઓ માન્ય કરેલ છે.
(૧) ફોટા સાથેનો પાસપોર્ટ
(૨) ફોટા સાથેનું ડ્રાઈવીંગ લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ)
(3) ફોટા સાથેનું ઈન્કમટેક્ષ (PAN) ઓળખકાર્ડ
(૪) રાજય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખકાર્ડ.
(૫) પબ્લીક સેકટર બેન્કો અને પોસ્ટ ઓફિસો તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ)
(૬) અનુસૂચિત જાતિ/અનુસૂચિત આદિજાતિ / અન્ય પછાતવર્ગ (OBC) નું સક્ષમ અધિકારીનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ)
(૭) ફોટા સાથેના પેન્શન પ્રમાણપત્રો જેવા કે, માજી સૈનિકોની પેન્શન બુક / પેન્શન પેમેન્ટ ઓર્ડર/માજી સૈનિકની વિધવા/ આશ્રિતોના પ્રમાણપત્રો / મોટી ઉંમરની વ્યકિતના પેન્શન ઓર્ડર, વિધવા પેન્શન ઓર્ડર (ચૂંટણી તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ.)
(૮) કેન્દ્ર સરકાર/ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતા સૈનિકનાં ફોટા સાથેના ઓળખ કાર્ડ.
(૯) ફોટો સાથેના હથિયારોના લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ)
(૧૦) સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ વિકલાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલ)
(૧૧) રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેંધરી યોજના (MNREGS) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેના જોબ કાર્ડ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ)
(૧૨) કર્મચારી રાજય વીમા યોજના (ESI) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેનું ઓળખકાર્ડ. (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલ)
(૧૩) નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) સ્કીમ હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ
(૧૪) UIDAI દ્વારા આપવામાં આવેલ “આધાર” કાર્ડ