એસઓજી ટીમ દ્વારા આરોપીની અટકાયત: ભાભર તાલુકાના બલોધણ ગામ પાસેથી પસાર થતી કેનાલ ઉપર બાતમી આધારે એક સ્વીફ્ટ કારમાંથી એસઓજી ટીમે નાકાબંધી ગોઠવી અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે. જાણવા મળતી વિગત મુજબ ભાભર તાલુકા વિસ્તારમાં એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી આધારે ભાભર તાલુકાના બલોધણ ગામ પાસેથી પસાર થતી કેનાલ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક સ્વીફ્ટ કારને રોકી તલાસી લેતાં ગાડીમાંથી અફીણનો જથ્થો ૧૩૯૬ ગ્રામ મળી આવ્યો હતો. પોલીસે અફીણનો જથ્થો (કિંમત રૂ ૧૯૬૬૦૦/) અને સ્વીફ્ટ કાર કબજે કરી કાર ચાલક આરોપી ગંગારામ સદારામ વિશ્નોઈ (રહે. સરતાઉ સાંચોર રાજસ્થાન) વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- January 6, 2025
0
115
Less than a minute
You can share this post!
editor