અમરનાથ યાત્રા 2025 નો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પાટણ નગરલીમડી વિસ્તારના 12 યુવા શ્રદ્ધાળુઓ બુધવારે સિદ્ધપુરથી જમ્મુ તરફ ભક્તિમય માહોલમાં રવાના થયા છે. આ યાત્રાળુઓ 3 જુલાઈએ જમ્મુ તવી પહોંચશે અને 6 જુલાઈએ પહેલગામથી બાબા બર્ફાનીના દર્શન માટે પ્રયાણ કરશે.
38 દિવસ સુધી ચાલનારી યુવાનોની આ યાત્રા 9 ઓગસ્ટ (રક્ષાબંધન) સુધી ચાલશે. યાત્રાળુઓ માટે બે રૂટ ઉપલબ્ધ છે જેમાં પહેલગામ બેઝ કેમ્પ અને બાલતાલ બેઝ કેમ્પથી અમરનાથ ગુફા સુધી પહોંચી શકાય છે. હર હર મહાદેવના નાદ સાથે રવાના થયેલા આ યુવા શ્રદ્ધાળુઓમાં બાબા અમરનાથના દર્શનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. પાટણના ધાર્મિક વર્તુળોમાં પણ આ યાત્રાને લઈને હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું.યુવા યાત્રાળુઓએ વડીલો પાસેથી આશીર્વાદ મેળવીને પોતાની આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરી હતી.