અમૂલ દૂધે ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અમૂલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 હતો. જોકે હવે અમૂલે આ ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો કરતાં હવે અમૂલ ગોલ્ડ 1 લીટર પાઉચનો નવો ભાવ 65 થયો છે. આ સાથે અમૂલ ટી સ્પેશિયલ 1 લીટરનો ભાવ 61 રૂપિયા થયો છે. આમ અમૂલે પહેલીવાર ભાવ વધાર્યા પછી ઘટાડો જાહેર કર્યો છે. આ સાથે અમૂલ તાજા 1 લીટર પાઉચનો જૂનો ભાવ 54 હતો જે અમૂલ તાજા 1 લીટર પાઉચનો નવો ભાવ 53 થયો છે. પરિપત્ર અનુસાર ડિસ્ટ્રીબ્યુર્સ તથા રિટેલર્સ માર્જીન યથાવત રહેશે. અમૂલ દ્વારા છેલ્લા કેટલાક સમયથી દૂધના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે દૂધના ભાવ વધારા બાદ પ્રથમ વાર ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. નવા વર્ષની શરૂઆતમાં નાગરિકોને મોંઘવારી સામે રાહત આપતા સમાચાર છે.
- January 24, 2025
0
40
Less than a minute
You can share this post!
editor