સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત; કોંગ્રેસ-આપ ને મોટો આંચકો

સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત; કોંગ્રેસ-આપ ને મોટો આંચકો


(જી.એન.એસ) તા. 18

ગાંધીનગર,

ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ સોમવારે જાહેર થઈ ગયું હતું જેમાં જૂનાગઢ મહાનગર પાલિકા, ગાંધીનગર તાલુકા પંચાયત, કપડવંજ તાલુકા પંચાયત અને કઠલાલ તાલુકા પંચાયત સહિત 68 નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને સોમવારે તેનું  પરિણામ આવી ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં સૌથી બમ્પર જીત મેળવી છે.

  • ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય, ભાજપે 20, કોંગ્રેસે 8 બેઠક પર વિજય મેળવ્યો
  • માણસા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, ભાજપે 27 બેઠકો જીતી, કોંગ્રેસને ફક્ત 1 બેઠક મળી
  • અમરેલીની રાજુલા ન.પા.માં ભાજપનો ભગવો લહેરાયો, 28માંથી 28 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત, તમામ 24 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત
  • પાટણ જિલ્લાની તમામ ન.પા.માં ભાજપનો ભગવો, રાધનપુર ન.પા. કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી
  • જામનગરની કાલાવાડ ન.પા.માં ભાજપનો વિજય, 28 બેઠકોમાંથી ભાજપનો 26 બેઠક પર વિજય, ફક્ત બે બેઠક પર કોંગ્રેસ સમેટાઈ
  • મહિસાગરના સંતરામપુરમાં ભાજપનો ભવ્ય વિજય, 15 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય, કોંગ્રેસને 7 અને અપક્ષને 2 બેઠકો મળી
  • આણંદની ઓડ ન.પા.માં ભાજપનો વિજય, 24માંથી 24 બેઠકો પર ભાજપની જીત  
  • કઠલાલ તા.પં.માં ભાજપનો ભગવો લહેરાયો, ભાજપે 18, કોંગ્રેસ 2, અપક્ષે 4 બેઠકો જીતી
  • કપડવંજ તા.પં.ચૂંટણીમાં ભાજપનો વિજય, ભાજપે 18, કોંગ્રેસે 6, અપક્ષે 2 સીટો જીતી
  • જેતપુર ન.પા.માં રાદડિયાનો દબદબો, 32 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય, 1 બેઠક પર કોંગ્રેસ અને 11 બેઠક અપક્ષની જીત
  • હળવદ ન.પા.માં ભાજપનો વિજય, 27 બેઠકો પર ભાજપ, 1 બેઠક પર કોંગ્રેસનો વિજય,
  • હાલોલ ન.પા.માં ભાજપે સપાટો બોલાવ્યો, હાલોલની 34 બેઠક પર ભાજપનો વિજય, કોંગ્રેસનું ખાતુ ન ખૂલ્યુ, 2 બેઠક પર અપક્ષનો વિજય
  • મહેમદાવાદ ન.પા.માં કોંગ્રેસના સૂપડા સાફ, ભાજપે 18 તો અપક્ષે 10 બેઠકો જીતી, કોંગ્રેસનું ખાતુ પણ ન ખૂલ્યુ
  • શિહોર ન.પામાં ભાજપનો ભગવો લહેરાયો, ભાજપે 25, કોંગ્રેસે 8 અને અપક્ષે 3 બેઠકો જીતી
  • ધંધુકા નં.પા.માં ભાજપની જીત, ભાજપે 20, કોંગ્રેસે 7 અને અન્યને એક બેઠક મળી
  • બોટાદ નગરપાલિકામાં ભાજપની જીત, ભાજપે 41 અને કોંગ્રેસે 3 બેઠકો જીતી
  • રાપર ન.પા.ચૂંટણીમાં ભાજપનો વિજય, ભાજપની 22 અને કોંગ્રેસને 6 બેઠક મળી
  • જામજોધપુર ન.પા.માં ભાજપનો દબદબો, 26 બેઠક પર ભાજપ અને 2 બેઠક પર કોંગ્રેસનો વિજય
  • અમરેલીના લાઠી ન.પા.માં ભાજપની જીત, ભાજપે 18 અને કોંગ્રેસે 5 બેઠકો જીતી, અપક્ષના ઉમેદવારોનો એક બેઠક પર વિજય
  • બાલાસિનોર ન.પા.માં ભાજપનો ભગવો લહેરાયો, 28માંથી 16 બેઠકો પર ભાજપનો વિજય, કોંગ્રેસે 9 અને અપક્ષે ત્રણ બેઠક પર જીત મેળવી
  • ગારિયાધાર ન.પા.માં ભાજપનો વિજય, ભાજપે 18 અને કોંગ્રેસે 10 બેઠકો જીતી
  • ભાયાવદર ન.પા. ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, ભાજપે 16 અને કોંગ્રેસે 8 બેઠકો જીતી
  • હારીજ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો વિજય, ભાજપે 14 અને કોંગ્રેસે 10 બેઠકો પર જીત મેળવી
  • છોટાઉદેપુર ન.પા. પરિણામમાં અપક્ષોનો દબદબો, ભાજપે 8, કોંગ્રેસે 1 અને અપક્ષે 19 સીટો જીતી
  • સંતરામપુર ન.પા.માં ભાજપની જીત, ભાજપ – 15, કોંગ્રેસ 7, અપક્ષનો 2 બેઠક પર વિજય
  • વંથલી નગરપાલિકામાં ભાજપની જીત, ભાજપે 20 બેઠકો મેળવી ભગવા લહેરાવ્યો, કોંગ્રેસે 4 બેઠકો પર કબ્જો મેળવ્યો
  • કરજણ ન.પા.માં ભાજપનો દબદબો, કોંગ્રેસના સૂપડા સાફ, ભાજપનો 19 બેઠક પર વિજય, અપક્ષે 3 સીટો જીતી
  • વડનગર ન.પા.માં ભાજપનો વિજય, 26 બેઠક પર ભાજપ અને 2 બેઠક પર કોંગ્રેસનો વિજય
  • બિલીમોરા ન.પા.માં ભાજપનો વિજય, ભાજપે 29 બેઠક પર વિજય મેળવ્યો, કોંગ્રેસે 2 અને અપક્ષે 5 સીટો જીતી
  • મહુધા ન.પા.માં ભાજપનો વિજય, ભાજપનો 14 અને અપક્ષનો 10 બેઠક પર વિજય
  • બોટાદ ન.પા.માં ભાજપે બહુમતી મેળવી, ભાજપને 41 અને કોંગ્રેસને 3 બેઠકો મળી
  • ધ્રોલ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, ભાજપનો 15, કોંગ્રેસો 8 અને અપક્ષનો 2 સીટ પર વિજય
  • બોરીયાવી નગરપાલિકા પર ભાજપે કબ્જો મેળવ્યો, ભાજપે 15 બેઠકો પર જીત મેળવી બાજી મારી જ્યારે કોંગ્રેસ 6 અને 3 બેઠકો અપક્ષ લઇ ગયુ
  • ચકલાસી ન.પા.માં કોંગ્રેસના સૂપડા સાફ, કોંગ્રેસના ગઢમાં ભાજપનો વિજય, ભાજપે 16, અપક્ષે 11, કોંગ્રેસે 1 સીટ જીતી
  • ઉપલેટા ન.પા.માં ભાજપનો ભવ્ય વિજય, ભાજપે 27, કોંગ્રેસે 6, અપક્ષે 3 બેઠકો જીતી
  • ચાણસ્મા ન.પા.માં ભાજપનો ભગવો લહેરાયો, ભાજપે 15, કોંગ્રેસે 5, અપક્ષે 4 બેઠકો જીતી
  • ગારિયાધાર ન.પા.માં ભાજપની જીત, ભાજપે 18 અને કોંગ્રેસે 10 બેઠકો જીત
  • દેવગઢ બારિયા ન.પા.માં ભાજપનો વિજય, ભાજપે 13, કોંગ્રેસે 3 અને અપક્ષે 8 સીટો જીતી
  • ખેડબ્રહ્મા ન.પા.માં ભાજપનો વિજય, ભાજપે 17 અને કોંગ્રેસે 11 બેઠકો જીતી
  • કોડિનાર ન.પા.માં કોંગ્રેસા સૂપડા સાફ, તમામ 28 બેઠકો પર ભાજપનો વિજય
  • કોડિનાર ન.પા.માં કોંગ્રેસનું ખાતુ પણ ન ખૂલ્યુ, ધોરાજી ન.પા.માં ભાજપનો વિજય, ભાજપે 24 અને કોંગ્રેસે 12 બેઠકો જીતી
  • થાનગઢ ન.પા.ચૂંટણીમાં ભાજપનો વિજય, ભાજપને 25 અને અન્યને 3 બેઠકો જીતી, કોંગ્રેસને એકપણ બેઠક ન મળી

વલસાડમાં ભાજપની ભવ્ય વિજય બાદ પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. જો કે, આ દરમિયાન કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જીતની ઉજવણીમાં મગ્ન ભાજપનાં કાર્યકર્તાઓએ જેસીબી મશીનથી વિજય સરઘસ કાઢ્યુ હતું. પારડી નપાનાં વોર્ડ નંબર-5 નાં ઉમેદવારોનું વિજય સરઘસ નીકળ્યું હતું. જેસીબી મશીનનાં લોડરમાં બેસી કાર્યકર્તાઓએ વિજય સરઘસ કાઢ્યું હતું.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની રેકોર્ડ બ્રેક જીત થતાં પક્ષમાં ભવ્ય ઉજવણીનો માહોલ છે. દરમિયાન, ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એક્સ પર પોસ્ટ કરી પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે, વિજય બદલ સૌ કાર્યકરોને અભિનંદન. PM નરેન્દ્ર મોદી પર જનતાને અતૂટ વિશ્વાસ છે. ગુજરાતનાં વિકાસની ગતિ અનેકગણી વધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિકાસની રણનીતિ હેઠળ CM ભૂપેન્દ્ર પટેલની સરકારે કરેલા વિકાસ કાર્યો પર જનતાની મ્હોર લાગી છે. સી.આર.પાટીલે વધુમાં લખ્યું કે, આ મ્હોર નાગરિકોનાં વિશ્વાસની મ્હોર છે. ભાજપનાં આધારસ્તંભ સમાન કાર્યકર્તાઓને આ ભવ્ય જીત બદલ અભિનંદન. કાર્યકર્તાઓએ સત્તા થકી સેવાનાં સંસ્કારને સાકાર કર્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ રાજ્યભરમાં ભાજપમાં જશ્નનો માહોલ છે. ત્યારે ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં નેતા, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ કમલમ પહોંચ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા એક પત્રકાર પરિષદ પણ કરી હતી. દરમિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.

વડનગર નગરપાલિકાની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. વડનગર નગરપાલિકામાં ભાજપે ફરી જીત હાસલ કરી લીધી છે. વડનગર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. વડનગર નગરપાલિકા કુલ 28 બેઠક છે. જેમાં બે બેઠકો પર કોંગ્રેસ અને અન્ય તમામ બેઠકો પર ભાજપે કબ્જો મેળવી લીધો છે.

રાજકોટમાં જસદણ નગરપાલિકામાં લહેરાયો ભાજપનો ભગવો,પાલિકાની 28 બેઠકોમાંથી 22 બેઠકો ભાજપે કબ્જે કરી જેમાં 28 બેઠકોમાં ભાજપ 22, કોંગ્રેસ 5, અપક્ષ 1 બેઠક પર વિજયી થયા.

રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાની (Gondal) તાલુકા પંચાયતની એક સુલતાનપુર બેઠક પર પેટાચૂંટણી માટે તાલુકાસેવા સદનમાં સવારે 9 વાગ્યે મતગણતરી ચાલુ થઈ હતી અને 6 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવી હતી. હવે, મતગણતરીનાં પરિણામો આવી ગયા છે, જે મુજબ સુલતાનપુર પેટા ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર વર્ષાબેન હિતેશભાઈ ગોંડલીયાનો ભવ્ય વિજય થયો છે. તાલુકાસેવા સદન ખાતે પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી હતી અને પરિણામો આવતા જ ભાજપનાં કાર્યકર્તાઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. મતગણતરી દરમિયાન ભાજપ ઉમેદવાર વર્ષાબેન ગોંડલિયાને 2263 મત, કોંગ્રેસ ઉમેદવાર નલીનાબેન કુંજડિયાને 329 મત જ્યારે નોટામાં 51 મત મળ્યા હતા. સુલતાનપુર પેટા ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર વર્ષાબેન હિતેશભાઈ ગોંડલિયા 2263 મતથી ભવ્ય વિજય હાંસલ કરી ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નાગરિક બેન્ક ચેરમેન અશોકભાઈ પીપળીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ (બાવભાઇ ટોળીયા), ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુમર અને તાલુકા ભાજપની ટીમ દ્વારા તેમનું હારતોરા કરી મીઠું મોઢું કરાવ્યું હતું.

સ્ટનીક સ્વરાજની ચુંટણીમાં ભાજપની ભવ્ય જીત થતા ગોંડલ તાલુકા (Gondal) ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુમરે જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, સુલતાનપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. સુલતાનપુર ગામનો વિકાસ અને અવારનવાર કામ કરતા હોય તેવા લોકોનો વિજય થતો હોય અને ભારતીય જનતા પાર્ટીએ સતત એક્ટિવ રહેતા એવા હિતેશભાઈ ગોંડલિયાનાં પત્ની વર્ષાબેન ગોંડલિયાને ટિકિટ આપી પસંદગી કરી હતી અને વર્ષાબેનનો ભવ્ય વિજય થયો છે. વિકાસની વાતો હોઈ કે અન્ય કોઈ પણ કામ હોઈ હર હંમેશાં લોકોની વચ્ચે રહ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને કોંગ્રેસને માત્ર 300 જેવા મત જ મળ્યા છે. તાલુકા ભાજપ પ્રમુખે સુલતાનપુર ગામનાં આગેવાનો, મતદારો, તેમ જ ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો.

બીલીમોરા નગરપાલિકામાં 9 વોર્ડની 36 બેઠકો પૈકી 29 બેઠક ઉપર ભાજપે કબજો જમાવ્યો છે. અહીં 2 બેઠકો સાથે કોંગ્રેસનું નબળું પ્રદર્શન જોવા મળ્યું. 5 અપક્ષ ઉમેદવારો સ્વબળે જીત મેળવી છે.

વાંકાનેરમાં નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. વિગતો પ્રમાણે વિજેતા ઉમેદવારો દ્વારા એક દુકાન પાસે ફટાકડા ફોડતા મારામારી થઈ. વાંકાનેર નગરપાલિકાના વોર્ડ 6 ના બંને પક્ષોના સમર્થકો સામસામે આવ્યાં હોવાનું જાણવામાં મળ્યું છે. ભાજપના ઉમેદવારો વિજેતા થતા આપના ઉમેદવારની દુકાન પાસે ફટાકડા ફોડવા મામલે માથાકૂટ થઈ છે. જો કે, પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

    Related Articles

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *