સુરત ટ્રાફિક પોલીસ વાહનના નિયમોનો ભંગ કરનારા સામે વધુ આકરી બની ગઈ
સિગ્નલ તોડનારા મોટાભાગના ટુ-વ્હીલરો જોવા મળ્યા છે. સુરત ટ્રાફિક પોલીસે વાહનના નિયમોનો ભંગ કરનારા વિરૂદ્ધ વધુ આકરી બની છે. વરાછા વિસ્તારમાં તપાસના આંકડા મુજબ 11 સિગ્નલ પર વાહનચાલકો સિગ્નલ પર ઊભું રહેવાનું ટાળતા જોવા મળ્યાં છે. જેથી સુરત પોલીસ મંગળવારથી ઝુંબેશ શરૂ કરી છે. સિગ્નલના નિયમોનું પાલન ન કરતા 763 વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી દંડ ફટકાર્યો છે. શરૂઆતમાં 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. પરંતુ જો ન સુધર્યા તો મોટો દંડ પણ વસૂલી શકશે. સિગ્નલ તોડનારા મોટાભાગના ટુ-વ્હીલરો જોવા મળ્યા છે. અગાઉ સુરતમાં રોંગ સાઈડમાં વાહન હંકારનારાઓ માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનચાલકો વિરુદ્ધ એફ.આઈ.આર દાખલ કરવાની સાથે સાથે તેઓના લાઇસન્સ રદ કરવા માટેની પણ કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. 15 દિવસની અંદર સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડમાં વાહન હંકારનારા 5289 વાહન ચાલકોના લાઇસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ બનાવાયો હતો
આ રિપોર્ટ RTO ને સોંપવામાં આવશે, શહેરમાં કુલ 80 ટીમો બનાવી રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ રહી હતી. લાયસન્સ રદ કરવાનો હેતુ માત્ર અને માત્ર સુરત વાસીઓની સુરક્ષા અને સલામતી છે, વાહન ચાલકોને શીખ મળે અને રોંગ સાઇડમાં વાહન ચલાવતા અટકાવી શકાય તે માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે,આ વર્ષે અકસ્માતમાં મૃત્યુદરમાં ઘટાડો લાવી શકાય ઉપરાંત શહેર વાસીઓ અને તેમના પરિવારવાસીઓ સુરક્ષિત રહે તે માટે આ કામગિરી સુરત શહેર ટ્રાફીક પોલીસ દ્વારા કરવામાં આવી હતી.