પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા જરૂરિયાત મંદ લોકો વ્યાજ ખોરોની ચૂંગાલમાં ન ફસાય તે માટે આવા 32 જેટલા જરૂરિયાત મંદ લોકોને રૂ. 38.49 લાખની લોન અપાવતા લોન મેળવનાર લોકો એ પાટણ એ ડિવિઝન પોલીસ ની કામગીરી ને પ્રશંસનીય લેખાવી હતી. પાટણ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા પાટણ જિલ્લા લીડ બેંકના સહયોગથી 32 લાભાર્થીઓને પોતાનો ધંધો વ્યવસાય કરવા માટે કુલે રૂ. 38.49 લાખની લોન ધિરાણનાં ચેકોનું વિતરણ કરાયું હતું. પાટણ શહેરનાં ભદ્ર વિસ્તારમાં તાલુકા પંચાયતની પાછળ આવેલી ડીવાયએસપીની કચેરી ખાતે ડીવાયએસપી પંડયા, એ ડિવિઝન પીઆઈ સહિત લીડ બેકના અધિકારીની ઉપસ્થિત મા આ ચેક વિતરણ કરવામાં આવ્યાં હતાં.
- December 21, 2024
0
19
Less than a minute
You can share this post!
editor