વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં નવરચિત મહાનગરપાલિકાઓમાં આંતરમાળખાકિય સુવિધાઓ માટે રૂ.૪૫૦ કરોડની જોગવાઈ કરાઇ-મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં નવરચિત મહાનગરપાલિકાઓમાં આંતરમાળખાકિય સુવિધાઓ માટે રૂ.૪૫૦ કરોડની જોગવાઈ કરાઇ-મંત્રી શ્રી ઋષિકેશ પટેલ


પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળતી સહાયની કોસ્ટિંગ પ્રાઇઝમાં રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ દિઠ રૂ. 50 હજારનો વધારો કરાયો

(જી.એન.એસ) તા. 10

ગાંધીનગર,

વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણની વર્ષ 2025-26ની અંદાજપત્રીય માંગણીઓ રજુ કરતા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇએ રાજ્યના શહેરોની શરૂ કરેલ વિકાસયાત્રાને આગળ ધપાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વર્ષ-2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઊજવવાની જાહેરાત કરી છે. જેના માટે શહેરી વિભાગનું બજેટ ગત્ વર્ષની સરખામણીએ ૪૦% જેટલું વધારીને રૂ.૩૦,૩૨૫ કરોડ કરવામાં આવ્યું છે.

મંત્રીશ્રીએ વિશેષમાં જણાવ્યું હતુ કે, રાજ્યના અસંખ્ય યાત્રાળુઓ અને પ્રવાસીઓની ધાર્મિક લાગણીઓને કેન્દ્રમા રાખીને વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં “ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસ” યોજના હેઠળ કુલ રૂ.૨૦૦ કરોડની જોગવાઇ સૂચવવામાં આવેલ છે. જેના અંતર્ગત દ્વારકા, સોમનાથ, બેચરાજી, પાવાગઢ, સિદ્ધપુર, કપડવંજ, પાટણ અને પાલિતાણા જેવા ધાર્મિક તીર્થસ્થાનોની સંભાવનાઓનો પુરતો ઉપયોગ કરીને યાત્રાળુઓ અને પ્રવાસીઓના અનુભવોને વધારીને અને રાજયના સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે વિવિધ માળખાગત સુવિધાઓ અને પ્રમોશન વ્યૂહરચનાઓ પર રોકાણ કરવામાં આવશે.

જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગાંધીનગર અને ભરૂચ-અંકલેશ્વર માટે ‘સ્ટેટ એર ક્લિન પ્રોગ્રામ’ના અમલીકરણ માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઈ કરાઇ છે.

નવી ૯ મહાનગરપાલિકાઓ અને ૧૩ અ-વર્ગની નગરપાલિકાઓમાં આઇકોનિક રસ્તાઓના વિકાસ કરવાના હેતુથી પાયલોટ પ્રોજેકટ તરીકે વર્ષ  ૨૦૨૫-૨૬માં આઇકોનિક રસ્તાઓ (ગૌરવ પથ) માટે કુલ રૂ.૨૦૦ કરોડની જોગવાઇ સૂચવવામાં આવી છે.

સાબરમતી નદીના કિનારે ભારતના સૌથી લાંબા રિવરફ્રન્ટનો વિકાસ ફેઝ-૦૩ થી ફેઝ-૦૭ (ઇન્દિરા બ્રીજથી ગાંધીનગર) તબક્કાની શરૂઆત સાથે વેગ પકડશે અને તે આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરાયું છે જે માટે વર્ષ ૨૦૨૫-૨૬ માટે માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઇ સૂચવવામાં આવી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળતી સહાયની કોસ્ટિંગ પ્રાઇઝમાં રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ દિઠ રૂ. 50 હજારનો વધારો કરાયો હોવાનું પણ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨નું લગભગ ૭૮.૩૩% કામ પૂર્ણ થઈ ગયેલ છે અને પ્રોજેક્ટ જૂન-૨૦૨૫માં પૂર્ણ કરવાનું આયોજન છે

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું લગભગ ૫૭.૨૦% કામ પૂર્ણ થઈ ગયેલ છે અને પ્રોજેક્ટ ઓક્ટોબર, ૨૦૨૫માં પૂર્ણ કરવાનું આયોજન છે.

સાબરમતી નદીના કિનારે ભારતના સૌથી લાંબા રિવરફ્રન્ટનો વિકાસ ફેઝ-૦૩ થી ફેઝ-૦૭ (ઇન્દિરા બ્રીજથી ગાંધીનગર) માટે આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવા વર્ષ ૨૦૨૫-૨૬ માટે માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઇ કરાઇ હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.

વર્ષ ૨૦૨૫-૨૬ની શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણની રૂ. 25,399 કરોડની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર થઇ હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *