વડાપ્રધાન માર્ક કાર્નીની નવી કેબિનેટમાં 4 ભારતીય મૂળના નેતાઓને આપવામાં આવી જવાબદારી

વડાપ્રધાન માર્ક કાર્નીની નવી કેબિનેટમાં 4 ભારતીય મૂળના નેતાઓને આપવામાં આવી જવાબદારી


(જી.એન.એસ) તા. 15

ટોરોન્ટો/ઑન્ટારિઓ,

કેનડેયમાં 28 એપ્રિલે યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં લિબરલ પાર્ટીની ભવ્ય જીત બાદ વડાપ્રધાન માર્ક કાર્નીએ 28 સભ્યોની નવી કેબિનેટની રચના કરી છે. જેમાં ચાર ભારતીય મૂળના સાંસદ પણ સામેલ છે.

તેમણે કહ્યું કે, આ ટીમ અમેરિકા સાથે સુરક્ષા અને આર્થિક સંબંધોને મજબૂત કરવા, જીવનનિર્વાહનો ખર્ચ ઘટાડવા અને લોકોને સુરક્ષા નિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી છે. 

આ ચૂંટણીમાં ભારતીય મૂળના કુલ 22 ઉમેદવારો સંસદમાં પહોંચ્યા છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે, ગત સંસદમાં આ સંખ્યા 17 હતી. આ દર્શાવે છે કે કેનેડાના રાજકારણમાં ભારતીય મૂળના નેતાઓનો પ્રભાવ સતત વધી રહ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે NDP નેતા જગમીત સિંહ પોતાની બેઠક હારી ગયા છે.

નવી કેબિનેટમાં 57 વર્ષીય અનીતા આનંદે ભગવદ ગીતા પર હાથ મૂકીને વિદેશ મંત્રી પદના શપથ લીધા હતાં. આ પહેલાં તેઓ સંરક્ષણ મંત્રીની જવાબદારી નિભાવી ચૂક્યા છે. અનીતા આનંદનો જન્મ નોવા સ્ફોટિયાના કેંટવિલમાં થયો હતો. તેમના પિતા મૂળ તમિલનાડુ અ માતા પંજાબના હતાં. તેમના માતા-પિતા બંને ડૉક્ટર હતાં અને 1960ના દાયકાની  શરૂઆતમાં ભારતથી કેનેડા આવ્યા હતાં.  અનીતા આનંદે ડલહૌજી યુનિવર્સિટી, ટોરન્ટો યુનિવર્સિટી અને ઑક્સફોર્ડ યુનિવર્સિટીથી ડિગ્રી મેળવી છે. તેઓ યેલ અને ઑક્સફોર્ડ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં કાયદો પણ ભણાવતા હતાં.

રૂબી સહોતાને અપરાધ નિયંત્રણ મામલાના રાજ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. તે 2015થી બ્રૈમ્પટન નૉર્થના સાંસદ છે. પહેલાં તેઓ વકીલ હતા અને યુવાઓ સાથે જોડાયેલા મુદ્દા પર કામ કરતા હતાં. તેમણે સસ્કેચેવાન યુનિવર્સિટીથી લૉની ડિગ્રી હાંસલ કરી છે અને સાર્વજનિક સેવામાં કારકિર્દી બનાવતા પહેલાં તેમનું બેકગ્રાઉન્ડ ઇમિગ્રેશન અને કૌટુંબિક કાયદામાં હતું. 

બ્રૈમ્પટન ઈસ્ટના સાંસદ મનિંદર સિદ્ધુને આંતરરાષ્ટ્રીય વ્યાપાર મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે. તેમનો કાર્યકાળ અમેરિકાના વ્યાપારિક વિવાદો વચ્ચે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સિદ્ધુ પંજાબથી અને નાનપણમાં કેનેડા આવી ગયા હતાં. તે પહેલાં અનેક મંત્રીઓના સંસદીય સચિવ રહી ચુક્યા છે. 

સરે સેન્ટરના સાંસદ રણદીપ સરાયને આંતરરાષ્ટ્રીય વિકાસ મામલાના રાજ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. તે વિદેશમાં કેનેડાની મદદ અને સહયોગ યોજનાઓને જોશે. આ સંસદ સભ્યના રૂપે સરાયનો ચોથો કાર્યકાળ છે. તેમણે પહેલીવાર 2015માં ચૂંટાયા હતા, બાદમાં 2019 અને 2021માં ફરી ચૂંટાયા. આંતરરાષ્ટ્રીય વિકાસ સચિવ તરીકે, સરાઈ કેનેડાના વૈશ્વિક સહાય પ્રયાસોનું નિરીક્ષણ કરવામાં મદદ કરશે, જેમાં માનવતાવાદી સહાય, શિક્ષણ, આરોગ્ય સંભાળ પહેલ અને ગરીબી નાબૂદી કાર્યક્રમોનો સમાવેશ થાય છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *