ઊંઝા તાલુકાના અમુઢ ગામે આવેલા વારાહી માતાજીના મંદિરની સામે આવેલા વાઘેલા વાસના બંધ મકાનમાં રાત્રિના તસ્કરો ત્રાટક્યા હતા. બંધ મકાનના ઘરની આગળની લોખંડની જાળીનો નકૂચો તોડી લોખંડની તિજોરીનું લોક તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ 3,53,857ની મત્તાની ચોરી કરી લઈ જતા ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
જેઓના બંધ મકાનના ઘરની આગળની લોખંડની જાળીનો નકૂચો તોડી તસ્કરો ત્રાટક્યાં હતા. ઘરમાં અપ્રવેશ કરી મકાનના વચ્ચેના રૂમમાં પડેલી લોખંડની તિજોરીનું લોક તોડી તેમાંથી સોનાના ચાંદીના દાગીના જેમાં સોનાનું ડોકિયું બુટ્ટી વજન આશરે 20.900 ગ્રામ કિં. રૂ 1,16,123 તેમજ સોનાની બુટ્ટી જોડ નંગ 1 અડધા તોલાની કિં.રૂ 30,000 અને વીંટી નંગ 2 અડધા તોલાની કિં રૂ 30000, સોનાનો ઓમ આશરે એક ગ્રામ આશરે કિં રૂ 5000 તથા સોનાની ચુની નંગ 3 કિં રૂ 3000 તથા ચાંદીની પાયલ જોડ નંગ 2 વજન 150 ગ્રામ કિં રૂ 10,000 તેમજ ચાંદીનું મંગળસૂત્ર કિં રૂ 6000 તથા ચાંદીના સિક્કા નંગ 4 વજન 40 ગ્રામ કિં રૂ 3000 તથા ચાંદીની લક્કી નંગ 1 વજન આશરે 14.450 ગ્રામ સાથે 1734 રોકડ રકમ તેમજ બેગમાં રહેલા રોકડ રકમ રૂ 4000 મળી કુલ રૂ 3,53,887ના મુદ્દામાલની ચોરી કરી લઈ જતાં અજય શિવરામભાઈ વાઘેલાએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.