રાષ્ટીય ગ્રાહક અધિકાર દિન અંતગૅત ગ્રાહક અધિકાર દિન અને સપ્તાહ ઉજવણીના ભાગરૂપે પાટણ જીલ્લા ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર, પાટણના ઉપક્રમે ગ્રાહક જાગૃતિ રેલી તેમજ ગ્રાહક સુરક્ષા કાયદા- ૨૦૧૯ સેમીનાર યોજાઇ ગયો. જેમાં ગ્રાહકોની સુરક્ષા બાબતના કાયદાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભારત સરકાર તથા ગુજરાત સરકારના આદેશ મુજબ થીમ વર્ચ્યુઅલ સુનાવણી અને ગ્રાહક માટે ડિજિટલ એક્સેસ ના અનુસાર રાષ્ટીય ગ્રાહક અધિકાર દિનના રોજ પાટણ ખાતે ગ્રાહક અધિકાર દિન અને સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી.
શહેરની શ્રીમતિ કે.કે. કન્યા વિદ્યાલય પાટણ ખાતે જીલ્લા પુરવઠા અધિકારી નીનામા અને મદદનીશ નિયંત્રક મહેસાણા આર.ડી.પટેલે લીલી ઝંડી આપીને ગ્રાહક જાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. ‘જાગો ગ્રાહક જાગો’ ના સુત્રોચાર સાથે રેલી ભદ્રરોડ, મામલતદાર કચેરી થઈને અનાવાડા દરવાજાથી પરત ફરી હતી. જેમાં ગ્રાહકોના અધિકાર બાબતની જાણકારી આપતા પેમ્ફલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.