રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના સ્વર્ગસ્થ માતૃશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના સ્વર્ગસ્થ માતૃશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી


રાજ્યપાલશ્રીએ શોક સંતૃપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી

(જી.એન.એસ) તા. 20

મહેસાણા,

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગત 17 મેના રોજ અવસાન પામેલા આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના માતૃશ્રી કમળાબહેન પટેલને તેમના નિવાસ સ્થાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શોક સંતૃપ્ત પરિજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. રાજ્યપાલશ્રીએ આરોગ્યમંત્રીશ્રીના સ્વર્ગસ્થ માતૃશ્રી કમળાબહેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

રાજ્યપાલશ્રીની સાથે જિલ્લા કલેકટરશ્રી એસ.કે.પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. હસરત જૈસમીન, જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ સહિત સ્થાનિક અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુ:ખની ઘડીમાં સહભાગી બન્યા હતા.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *