રાજસ્થાનના માઉન્ટ આબુના જંગલોમાં ભીષણ આગ; હજારો વૃક્ષો બળીને રાખ

રાજસ્થાનના માઉન્ટ આબુના જંગલોમાં ભીષણ આગ; હજારો વૃક્ષો બળીને રાખ


(જી.એન.એસ)તા.30

માઉન્ટ આબુ,

રાજસ્થાનના માઉન્ટ આબુના જંગલોમાં ભીષણ આગ લાગી છે. માઉન્ટ આબુ (સિરોહી)ના જંગલનો મોટો વિસ્તાર આગમાં બળીને રાખ થઈ ગયો છે. લગભગ 20 કલાક પછી પણ જંગલનો મોટો ભાગ ધુમાડાથી ભરેલો છે અને નાના વિસ્તારોમાં આગ ભભૂકી રહી છે.આ આખો વિસ્તાર 300થી વધુ રીંછનું કુદરતી નિવાસસ્થાન છે. 

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં શનિવાર બપોરે અંદાજિત 2 વાગ્યે માઉન્ટ આબૂના છીપાવેરી નજીક ગાઢ જંગલમાં આગ લાગવાની માહિતી મળતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. જણાવી દઈએ કે, 100 હેક્ટર વિસ્તાર આગની ઝપેટમાં આવ્યો છે. માઉન્ટ આબુના જંગલોમાં 800થી વધુ પ્રજાતિના ઔષધીય છોડ, 250 પ્રજાતિના પક્ષીઓ, દીપડા અને 300 જેટલા રીંછ સહિત વિવિધ પ્રકારના જંગલી પ્રાણીઓનું ઘર છે.

આગ પર કાબૂ મેળવવામાં સૌથી મોટી મુશ્કેલી ભારે પવન હતો. હવાના કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હતી, જેનાથી વન વિભાગના પ્રયાસોને સફળતા નહોતી મળી રહી. જેના કારણે આગ ધીરે-ધીરએ વધતી ગઈ અને રાત થતા-થતા તેણે વિકરાળ રૂપ લઈ લીધું. આગે જંગલના એક મોટા ભાગમાં વન સંપદાને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

આગને કારણે માઉન્ટ આબુ-આબુ રોડ પર ટ્રાફિક પ્રભાવિત ન થાય તે માટે CRPF જવાનોની મદદ લેવામાં આવી હતી.જંગલનો તે ભાગ જે સૌથી વધુ આગમાં સળગ્યો ત્યાં સુધી પહોંચવા માટે વનકર્મીઓને ખૂબ જ મહેનત કરવી પડી હતી. કારણ કે તેમને અગ્નિશામક સાધનો સાથે ગાઢ જંગલમાંથી પગપાળા ચાલવું પડતું હતું.5 કલાક પછી આર્મી-એરફોર્સ પહોંચ્યા આગ ઝડપથી ફેલાતી હોવાથી વાયુસેના અને સેનાની મદદ લેવામાં આવી હતી. માઉન્ટ આબુ એરફોર્સ સ્ટેશનના ફાયર બ્રિગેડના વાહનો અને કર્મચારીઓ સાંજે 7 વાગ્યે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા.

એરફોર્સના જવાન અને એર સ્ટેશનથી ફાયર બ્રિગેડ પણ ત્યાં પહોંચી અને મહામહેનત બાદ રોડ સુધી પહોંચી ચૂકેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ રેસ્ક્યૂ મિશનમાં રોડની પાસે લાગેલી આગ પર તો કાબૂ મેળવી લેવાયો, પરંતુ જંગલમાં લાગેલી આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ હતો. આખી રાત વન વિભાગના 20 કર્મચારીઓ અને 60 થી વધુ શ્રમિકો જંગલમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરતા રહ્યા. સવાર સુધી અડધાથી વધુ વિસ્તારમાં આગ પર કાબૂ મેળવી લેવાયો.

વન વિભાગના રેન્જર ભરત સિંહ દેવડા પોતાની ટીમ સાથે ઘટના સ્થળે હાજર રહ્યા. તેમણે વધુમાં જણાવ્યું કે, આગ પર કાબૂ મેળવવા માટે વન વિભાગના 8 કર્મચારીઓ અને 30 શ્રમિકો દિવસ રાત મહેનત કરતા રહ્યા. આગ કયા કારણે લાગી તેની પણ તપાસ કરાઈ રહી છે. આગના કારણો જમીન પર રહેતા જાનવરોને ખુબ નુકસાન થયું છે અને મોટી સંખ્યામાં વૃક્ષો બળીને રાખ થઈ ગયા છે. લગભગ 15 સભ્યોની ટીમે દેસી રીતે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. જો કે, ભારે પવનના કારણે આગ સતત વધતી જઈ રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *