(જી.એન.એસ) તા. 13
યુક્રેનના ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો તેના જવાબમાં હવે રશિયા દ્વારા બેલેસ્ટિક મિસાઇલ વડે ભીષણ હુમલો કરવામાં આવ્યો હતો. તેમા ચાર વિદેશી નાગરિકોના મોત પણ થયા છે અને બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલા બાબતે, યુક્રેને જણાવ્યું હતું કે આ હુમલો તેવા જહાજ પર કરવામાં આવ્યો છે જેને યુદ્ધ સાથે સ્નાન સૂતકનો પણ સંબંધ ન હતો. યુક્રેને ગઇકાલે મોસ્કો પર મોટાપાયે ડ્રોન હુમલો કર્યાનો રશિયાએ દાવો કર્યો હતો.
યુક્રેનના આ ડ્રોન હુમલાના લીધે મોસ્કોએ બે એરપોર્ટ બંધ કરી દેવા પડયા હતા. હવે રશિયાએ તેના જવાબમાં ઓડેશા પર હુમલો કર્યો છે. તેમા ચાર સીરિયન નાગરિકના મોત થયા હતા અને બાર્બાડોઝના ઝંડાવાળું જહાજ શ્રતિગ્રસ્ત થયું હતું. બંને દેશોએ તાજેતરમાં એકબીજા સામે હુમલા ત્યારે શરૂ કર્યા છે જ્યારે સાઉદી અરેબિયામાં રિયાધમાં અમેરિકા સાથે મંત્રણામાં યુક્રેન ૩૦ દિવસના યુદ્ધવિરામ પર રાજી થઈ ગયું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે યુક્રેન તો યુદ્ધવિરામ માટે તૈયાર થઈ ગયું છે અને હવે મોસ્કો પણ તેનો હકારાત્મક પ્રતિભાવ આપે તેવી આશા છે.
યુક્રેન અમેરિકાની વાત માનવા તૈયાર થઈ જતાં અમેરિકા તેને લશ્કરી સહાય ફરીથી શરૂ કરવા અને ઇન્ટેલિજન્સ શેરિંગ માટે તૈયાર થઈ ગયું છે. યુક્રેને શાંતિ માટે પહેલ કરી છે અને હવે બોલ રશિયાની કોર્ટમાં છે. રાષ્ટ્રપતિ ઇચ્છે છે કે યુદ્ધનો અંત આવે. અમને આશા છે કે રશિયા તેનો જવાબ શક્ય તેટલી ઝડપે હામાં આપશે, જેથી અમે વાસ્તવિક મંત્રણાના બીજા તબક્કામાં આગળ વધી શકીએ.
રશિયાએ જણાવ્યું હતું કે તેઓ પ્રેસિડેન્ટ પુતિન અને ટ્રમ્પ વચ્ચે ટૂંક સમયમાં વાતચીતની સંભાવના નકારી શકતા નથી. જો જરુર પડશે તો વહેલામાં વહેલી તકે બંને વચ્ચે વાતચીત થશે. અમેરિકાએ રિયાધમાં યુક્રેન સાથે મંત્રણા કરી તેના પછી ક્રેમલિને જણાવ્યું હતું કે પુતિન અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક સંવાદની જરુર સર્જાશે તો તેની તાકીદે વ્યવસ્થા કરવામાં આવશે. રશિયાએ જણાવ્યું હતું કે આટલા ટૂંક સમયમાં આ પ્રકારની શાંતિ મંત્રણાની ઝડપી આયોજન અમેરિકાના લીધે શક્ય બન્યું છે, એમ રશિયાના પ્રવક્તા પેસ્કોવે જણાવ્યું હતું, સાથેજ તેણે ઉમેર્યું હતું કે આ પહેલા પણ ૧૨મી ફેબ્રુઆરીના રોજ ટ્રમ્પ અને પુતિન વચ્ચે વાતચીત થઈ ચૂકી છે. તેથી કદાચ બંને વચ્ચે બે મહિનાના સમયગાળામાં બીજીવાર ચર્ચા કરવામાં આવશે
.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.