મેગા ITI કૂબેરનગર ખાતે ટુ વ્હીલર ઓટો લૅબનું ઉદ્ઘાટન – તાલીમાર્થીઓ માટે તકનીકી શિક્ષણની નવી ઉપલબ્ધિ
(જી.એન.એસ) તા. 22
આ પ્રયોગશાળા હોમ ફર્સ્ટ સંસ્થાની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રવૃત્તિઓ અંતર્ગત એલિક્ષિર ઓર્ગેનાઈઝેશન સાથે ભાગીદારીમાં સ્થાપવામાં આવી છે. આ નવીન લૅબ ટુ વ્હીલર ઓટો રિપેરર ટ્રેડ તેમજ ઓટોમોબાઈલ સેક્ટરના વિવિધ ટ્રેડના તાલીમાર્થીઓ માટે મહત્વપૂર્ણ તાલીમ સુવિધાઓ પૂરી પાડશે.
આ ઉદ્ઘાટન સમારોહમાં હોમ ફર્સ્ટના પ્રતિનિધિઓ, મેગા ITI કૂબેરનગરના પ્રિન્સિપાલ્સ અને વિવિધ સન્માનનીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. તેઓએ આ પ્રકારની સુવિધાઓ તાલીમાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે અને તેમની તકનીકી કૌશલ્યતાની વૃદ્ધિ માટે મજબૂત પાયાનું કામ કરશે.
આ લૅબ અદ્યતન સાધનો અને ટેક્નોલોજીથી સંપૂર્ણ રીતે સજ્જ છે, જેમાં ટુ વ્હીલર વાહનોની રિપેરીંગ, સર્વિસિંગ અને ડાયગ્નોસ્ટિક તાલીમ માટે જરૂરી મોડલ્સ અને સાધનો ઉપલબ્ધ છે. આ લૅબ દ્વારા તાલીમાર્થીઓને માત્ર પરંપરાગત બાઇક અને સ્કૂટર ટેક્નોલોજી જ નહીં, પણ નવી ઉભરતી ઈલેક્ટ્રિક વ્હીકલ ટેક્નોલોજી વિશે પણ વિસ્તૃત જ્ઞાન પ્રાપ્ત કરવાની તક મળશે.
આ ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થાના લગભગ 150 તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમને આ નવી સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ નવી લૅબ દ્વારા તેઓ વાસ્તવિક વ્યવસાયિક અનુભવ મેળવતા થશે, જે તેમના ભવિષ્ય માટે માર્ગદર્શક સાબિત થશે.
આ ઉદ્યમશીલ પહેલ માટે હોમ ફર્સ્ટ અને એલિક્ષિર ઓર્ગેનાઈઝેશનનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો, જે તાલીમાર્થીઓને આધુનિક ટેક્નોલોજી સાથે પગલી ભરી તેમની કારકિર્દીને નવી ઉંચાઈઓએ લઈ જવામાં સહાયક બનશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.