ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5-મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં શરૂ થઈ હતી, જેમાં પ્રથમ દિવસની રમત વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી તે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ વાદળછાયા વાતાવરણને જોતા ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ પહેલા સેશનમાં 13.2 ઓવર બોલિંગ કર્યા બાદ શરૂ થયેલા ભારે વરસાદને કારણે રમત ફરી શરૂ થઈ શકી ન હતી. આવી સ્થિતિમાં અમ્પાયરોએ હવે આ મેચના છેલ્લા ચાર દિવસના શરૂઆતના સમયમાં ફેરફારની જાહેરાત કરી છે.
ઓસ્ટ્રેલિયાએ વિકેટ ગુમાવ્યા વિના 28 રન બનાવ્યા હતા
બ્રિસ્બેન ટેસ્ટ મેચના પહેલા દિવસે બોલિંગ કરવામાં આવેલી 13.2 ઓવરમાં ઓસ્ટ્રેલિયાની ટીમે કોઈ પણ નુકશાન વિના 28 રન બનાવી લીધા હતા જેમાં ઉસ્માન ખ્વાજા 19 અને નાથન મેકસ્વીની 4 રન બનાવીને અણનમ બેટીંગ કરી રહ્યા હતા. આ મેચ માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં બે મોટા ફેરફાર જોવા મળ્યા છે જેમાં હર્ષિત રાણા અને રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ આકાશ દીપ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાની ટીમના પ્લેઈંગ 11માં સ્કોટ બોલેન્ડની જગ્યાએ જોશ હેઝલવુડની વાપસી થઈ છે.