ભારતીય રિઝર્વ બેંકને રશિયન ભાષામાં ઈ–મેલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યો મેઈલ મળતા જ ગભરાટ ફેલાઈ ગયો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને બોમ્બની ધમકી મળી છે. આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર આ ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. ઈ-મેલમાં રશિયન ભાષામાં રિઝર્વ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી. આ મામલે માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પહેલીવાર નથી જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોય. ગયા મહિનાની શરૂઆતમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કસ્ટમ કેર નંબર પર ફોન કરીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ફોન કરનારે પોતાને લશ્કર-એ-તૈયબાના CEO તરીકે ઓળખાવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં આવી ઘણી ધમકીઓ મળી છે. ક્યારેક અમને એરપોર્ટને તો ક્યારેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા કોલ મળી રહ્યા છે. તપાસ દરમિયાન આમાંથી મોટાભાગના કોલ નકલી હોવાનું જાણવા મળે છે.