(જી.એન.એસ) તા. 8
ગાંધીનગર,
ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી‘ના સૂત્ર સાથે રાષ્ટ્રવ્યાપી ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન‘ શરૂ થવા જઇ રહ્યું જે અંતર્ગત પ્રદેશ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષ આશિષકુમાર દવેની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશના પૂર્વ મહામંત્રી કે.સી પટેલ અને પ્રદેશ મહિલા મહિલા મોરચાના મહામંત્રી સીમાબેન મોહિલેની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગર ભાજપની કાર્યશાળા યોજાઈ હતી જેમાં આગામી કાર્યક્રમોના આયોજન સંદર્ભે અપેક્ષિત કાર્યકર્તાઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મહાનગરની કાર્યશાળામાં ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ, મહાનગરપાલિકા અને સંગઠનના ભાજપના પદાધિકારીઓ, અભિયાન માટે નિમાયેલા આગેવાનો તેમજ અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

