બ્રિટનમાં સુરતના રહેવાસી જીગુ સોરઠીએ મંગેતરની હત્યા કરી : કરી 28 વર્ષની જેલની સજા ફટકારી

બ્રિટનમાં સુરતના રહેવાસી જીગુ સોરઠીએ મંગેતરની હત્યા કરી : કરી 28 વર્ષની જેલની સજા ફટકારી

આ કેસમાં યુકે અને ભારત સરકાર વચ્ચે થયેલ સંધિ મુજબ આરોપીને સુરત જેલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. યુકે અને ભારત સરકાર વચ્ચેની જેલ ટ્રાન્સફરિંગનો આ પ્રથમ કિસ્સો કહી શકાય. જીગુ સોરઠીએ લંડનમાં 2020માં મંગેતર ભાવિનીને ચપ્પુના ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. લંડનમાં રહેતા ભારતીય મૂળના 23 વર્ષીય યુવક જીગુ સોરઠીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

હકીકતમાં, તેણે ગુસ્સામાં તેની પૂર્વ પ્રેમિકાની હત્યા કરી હતી.સુરતના રહેવાસી જીગુકુમાર સોરઠીને લંડનમાં 2020માં મંગેતર ભાવિનીની હત્યા બદલ સજા ફટકારવામાં આવી હતી. બ્રિટિશ કોર્ટે 21 વર્ષીય ભાવિની પ્રવિણની ઘાતકી હત્યા માટે જીગુ સોરઠીને દોષી ઠેરવ્યા બાદ આ સજાનો નિર્ણય કર્યો છે. કોર્ટની સજા બાદ જીગુ કુમારને 28 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે. 2020માં લેસ્ટરમાં ભાવિની માર્ચમાં મહિનામાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી.

આ કેસની તપાસમાં જીગુ સોરઠીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. સુરતના રહેવાસી આરોપી જીગુ સોરઠીયાને બ્રિટન કોર્ટ 28 વર્ષની સજા ફટકાર્યા બાદ અત્યાર સુધી લંડનની જેલમાં સજા ભોગવતા હતા. જો કે બંને દેશો વચ્ચે થયેલ સંધિ બાદ આરોપી જીગુ સોરઠી હવે સુરતની જેલમાં સજા કાપશે. યુકેની કોર્ટમાં આરોપીના પરીવાર દ્વારા તેને ભારત જેલ ટ્રાન્સફર કરવાની મંજૂરી માંગી હતી. 4 વર્ષ સુધી લંડનમાં સજા ભોગવ્યા બાદ સધિ મુજબ ભારત આવેલ જીગુ સોરઠીયાને આજે સુરતની જેલમાં લઈ જવાયો. મંગેતરની ક્રૂર હત્યા કરનાર આરોપી બ્રિટન કોર્ટે આપેલ 28 વર્ષની સજા હવે સુરતની લાજપોર જેલમાં ભોગવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *