મેડિકલ ઓ.પી.ડી થકી સગર્ભા-ધાત્રી માતાઓ, કિશોર-કિશોરીઓ તેમજ નાના બાળકોના આરોગ્યની કરાઈ તપાસ
બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર અનાવાડીયાના માર્ગદર્શન હેઠળ પાલનપુર તાલુકાના અર્બન હેલ્થ સેન્ટર -૦૩ના તાબા હેઠળ આવતા વોર્ડ નંબર ૪ના મફતપુરા વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર પર નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું.
અર્બન હેલ્થ ઓફિસર ડૉ.અર્ચનાબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કેમ્પમાં મેડિકલ ઓ.પી.ડી થકી સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોર-કિશોરીઓ તેમજ નાના બાળકોના આરોગ્યની તપાસ કરાઈ હતી. લેબોરેટરી ટેકનિશિયન દ્વારા લાભાર્થીઓના લોહીના નમુના લેવામાં આવ્યા હતા. આ સાથે ઉપસ્થિતોને સરકારશ્રીની આરોગ્યલક્ષી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પમાં આરોગ્ય વિભાગના ડોકટર, કર્મચારીઓ, આશાબહેનો, આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.