શિયાળાની ઋતુ ને લઇ સુકા ધાસચારા ની માંગ વધી: બનાસકાંઠા જિલ્લો ખેતીની સાથે પશુપાલન વ્યવસાય સાથે પણ સંકળાયેલો છે જેને લઇ ઘાસચારાની સૌથી વધુ માંગ રહેતી હોય છે ત્યારે શિયાળાની કડકડતી ઠંડીની સાથે સૂકા ઘાસચારાનું પણ માગ જોવા મળી રહી છે પરંતુ આ વર્ષે સૂકા ઘાસ ચારાના ભાવમાં વધારો થતાં ખેડૂતો સહિત પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે પાણીના તળ પણ ઊંડા જતા હોવાના કારણે ખેડૂતો પૂરતા પ્રમાણમાં ઘાસચારાનું વાવેતર કરી શકતા નથી જેથી ઘાસચારાની ભારે તંગી જોવા મળતી હોય છે જેમાં શિયાળાની ઋતુમાં સૌથી વધુ સુકાધાસચારા ની માંગ રહેતી હોય છે જેથી સૂકા ધાસચારા ના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે સામાન્ય દિવસો માં સસ્તું મળતું સુકું ધાસ શિયાળો આવતાં જ ભાવ ડબલ થઇ જાય છે જેમા સીઝન દરમિયાન મગફળી ની સાર ૮૦ થી ૧૨૦ રૂપિયા પ્રતિમણ ના ભાવે વેચાતી હોય છે જે અત્યારે ૨૦૦ રૂપિયા પ્રતિમણ ના જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મકાઇ ચણા મઠ સહિત નું કતર પણ પ્રતિમણ ૧૬૦ રૂપિયા ના ભાવ રહેલા છે ત્યારે આ વર્ષે પણ કડકડતી ઠંડી ની શરૂઆત થતાં જ ધાસચારા ના ભાવ વધતાં જ પશુપાલકો ચિંતામાં મુકાયા છે.
શિયાળાની ઋતુમાં ધાસચારા ની માંગ ને લઇ ભાવ માં પણ વધારો થયો: આ અંગે કેટલાક વેપારીઓએ કહ્યું હતું કે શિયાળા દરમિયાન સુકા ધાસ ની મોટી માંગ રહેતી હોય છે આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી ઘાસચારો લાવવામાં આવતો હોવાથી ખર્ચ પણ વધી જતું હોય છે જેથી ઘાસચારો પણ મોંઘો પડી રહ્યો છે જેથી ભાવ વધ્યા છે.
સુકાપુળા સહિત કતર કરેલા ઘાસચારાના ભાવમાં વધારો થયો: દર વર્ષે સામાન્ય રીતે એક સૂકાપુળાના ભાવ 12 થી 15 રૂપિયા સુધીના હોય છે પરંતુ આ વર્ષે એક સૂકા પુરાના 18 થી 25 રૂપિયા સુધીના ભાવ રહેલા છે જ્યારે કતર કરેલુ તથા મગફળી સહિત અન્ય પાકોના ઘાસચારા ના ભાવ દર વર્ષે પ્રતિ કિલો 4 થી 6 રૂપિયા સુધીના હોય છે પરંતુ આ વર્ષે 9 થી 12 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે.