પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાગપુર સ્થિત RSS મુખ્યાલયમાં સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાગપુર સ્થિત RSS મુખ્યાલયમાં સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી


(જી.એન.એસ)તા.30

નાગપુર,

નવા વર્ષ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુર મા આવેલા RSS મુખ્યાલયમાં સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી. નરેન્દ્ર મોદીએ સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર અને બીજા સરસંઘચાલક એમ.એસ. ગોલવલકરને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીની આ મુલાકાત ગુડી પડવાના તહેવારના અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમના અવસર પર થઈ રહી છે. પ્રધાનમંત્રી બન્યા બાદ અહીંયા તેમની પ્રથમ મુલાકાત હતી. આ પહેલાં, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીએ 27 ઓગસ્ટ, 2000ના રોજ ડૉ. હેડગેવાર સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી હતી.

સ્મૃતિ મંદિર ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી પ્રધાનમંત્રી મોદીએ સંઘના જૂના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી અને જૂના દિવસોને યાદ કર્યા અને કહ્યું કે  “આજનો દિવસ મારા માટે ખૂબ જ ખાસ છે. નવા વર્ષે અહીં આવવું એ મારા માટે સૌભાગ્યની વાત છે.”

આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ એક સંદેશ પણ લખ્યો. PM મોદીએ સંદેશમાં લખ્યું કે, “પરમ પૂજ્ય ડૉ. હેડગેવાર અને ગોલવલકરની સ્મૃતિને શત શત નમન. તેમની સ્મૃતિને યાદ કરવા આ મંદિરમાં આવીને હું અભિભૂત છું. ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્રવાદ અને સંગઠન શક્તિના મૂલ્યોને સમર્પિત આ સ્થાન આપણને રાષ્ટ્રસેવા માટે પ્રેરણા આપે છે. દેશની સેવા માટે સમર્પિત લાખો સ્વયંસેવકો માટે આ સ્થાન ઉર્જાનો સ્ત્રોત છે. આપણા પ્રયત્નો દ્વારા ભારત માતાનો મહિમા હંમેશા વધતો રહે”.

PM મોદી એવા સમયે સ્મૃતિ મંદિર પહોંચ્યા જ્યારે રવિવારે સંઘનો પ્રતિપદા કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે, જે હિન્દુ નવા વર્ષની શરૂઆત તરીકે ગુડી પડવાના દિવસે ઉજવવામાં આવે છે.

આ પ્રસંગે RSSના સરસંઘચાલક મોહન ભાગવત, પૂર્વ મહાસચિવ સુરેશ ભૈયાજી જોશી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *