વન વિભાગ એ રેસ્ક્યુ કરી દીપડાને પકડી પાંજરે પુરાયો
બે વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પહોંચાડી હતી; પાલનપુર તાલુકાના વાસણ ગામમાં એક દીપડો ઘૂસી આવતા ભારે દોડધામ મચી ગઈ હતી. ગામના એક ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં દીપડો દેખાતા આસપાસના લોકોએ ભય સાથે દીપડાને પકડવા પ્રયાસ શરૂ કર્યો હતો. આ ઘટનાને લઈને ગામ અને આજુબાજુના વિસ્તારમાં ભારે અફડા તડાપડી મચી ગઈ હતી. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા અને દીપડાને કાબૂમાં લેવા માટે દોડધામ ચાલી હતી.
ગામલોકોએ તરત જ વનવિભાગને જાણ કરતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વનવિભાગની ટીમે સંપૂર્ણ સાવચેતી સાથે દીપડાનું રેસ્ક્યુ કર્યું કરી પાંજરે પૂરવામાં આવ્યો હતો. જેના પગલે ગ્રામજનોએ હાસકારો અનુભવ્યો હતો ગામલોકોના જણાવ્યા મુજબ, વાસણ ગામથી 20 કિલોમીટરના અંત્તરે ચિત્રાસણી, હાથીદરા, બાલારામ અને જેસોર જેવા ઘાટ વિસ્તારમાં જંગલો આવેલાં હોવાથી તે વિસ્તારમાંથી દીપડો ગામમાં ઘૂસ્યો હોવાની શક્યતા છે. અંતે, વનવિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે, જેથી કોઈ જાનહાનિ ન થાય. આ ઘટનામાં બે વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થઈ હોવાનું લોકોએ જણાવ્યું હતું.