રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૩.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૨૮૮ સામે ૭૭૦૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૭૦૮૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૬૪.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૬૦૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૬૮૧ સામે ૨૩૬૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૫૭૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૭૭૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારની શરુઆત સાવચેતી સાથે થઈ હતી, જો કે ટ્રમ્પની ટેરિફ નીતિના અમલીકરણમાં બેકફૂટ તેમજ યુરોપ – યુક્રેન વોર સહિતના જિઓ – પોલિટિકલ ક્રાઇસિસમાં રાહત તેમજ છેલ્લા પાંચ મહિનામાં આવી ગયેલા મોટા કરેકશન બાદ ઘણા શેરો આકર્ષક વેલ્યુએશને મળવા લાગતાં માર્ચ એન્ડિંગ પૂર્વે ફંડો, મહારથીઓ સક્રિય લેવાલ બની જતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ, એફઆઈઆઈઝ ફરી ફ્રન્ટલાઈન – સારા શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપતા આજે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થવા સાથે આર્થિક ગતિવિધિઓ મજબૂત બનતા અને પરિણામે ભારતનું અર્થતંત્ર પણ વેગવાન બન્યું હોવાના અહેવાલો વચ્ચે એશિયન બજારોમાં તેજી સાથે આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં ઉછાળો નોંધાતા રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ક્રુડ ઓઈલના ભાવમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૩૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૪૯ અને વધનારની સંખ્યા ૧૬૯૯ રહી હતી, ૮૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ ૩.૨૩%, ઇન્ડસઇન્ડ બેન્ક ૨.૬૮%, એનટીપીસી લિ. ૧.૮૮%, લાર્સેન લિ. ૧.૭૬%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૪૦%, અદાણી પોર્ટ ૧.૩૮%, બજાજ ફાઈનાન્સ ૧.૩૭%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૨૨% અને ઝોમેટો લિ. ૧.૨૧% વધ્યા હતા, જયારે ટાટા મોટર્સ ૫.૫૬%, સન ફાર્મા ૧.૪૧%, કોટક બેન્ક ૦.૯૫%, ભારતી એરટેલ ૦.૮૨%, એચસીએલ ટેકનોલોજી ૦.૪૦%, મહિન્દ્રા & મહિન્દ્રા ૦.૩૫%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૩૨%, ટાટા સ્ટીલ ૦.૩૨%, મારુતિ સુઝીકી ૦.૦૯% અને નેસ્લે ઇન્ડિયા ૦.૦૭% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા….
મિત્રો, આગામી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ ૬.૫%થી વધુ રહેવાનો અંદાજ મૂડીઝ રેટિંગ્સે આપ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા ૬.૩%ના દરે વધવાનો અંદાજ છે. સરકારી મૂડી ખર્ચમાં વધારો, કરવેરા અને વ્યાજદરમાં ઘટાડાથી વપરાશમાં વધારો થશે, પરિણામે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર વધુ ઝડપી ગતિએ વૃદ્ધિ પામશે. બેન્કિંગ સેક્ટર માટે સ્થિર દૃષ્ટિકોણનો અંદાજ આપતાં મૂડીઝે જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય બેન્કોનું સંચાલન સાનુકૂળ રહેશે, હાલના વર્ષોમાં નોંધાયેલા નોંધપાત્ર સુધારાઓના કારણે એસેટ ક્વોલિટીમાં નજીવો ઘટાડો જોવા મળશે.
વર્ષ ૨૦૨૪ના મધ્યમાં એક અસ્થાયી ઘટાડા બાદ ભારતનો આર્થિક ગ્રોથ ફરી ઝડપથી વધવાનો અંદાજ છે. ભારત આ ગ્રોથ સાથે વૈશ્વિક સ્તર પર ઝડપથી વિકસતુ અર્થતંત્ર બનશે. નાણા મંત્રાલયની આર્થિક સમીક્ષામાં, આગામી નાણાકીય વર્ષ માટે જીડીપી ગ્રોથ ૬.૩-૬.૮% રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. સત્તાવાર અનુમાન મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ ૬.૫% રહેશે. દેશનો રિઅલ જીડીપી ગ્રોથ જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૪ ત્રિમાસિકમાં ઘટી ૫.૬% થયો હતો, જે આગામી ત્રિમાસિકમાં વધીને ૬.૨% થયો હતો. મૂડીઝને અપેક્ષા છે કે ભારતનો સરેરાશ ફુગાવો ગયા વર્ષના ૪.૮%થી ઘટીને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૪.૫% થશે.
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.