નિફટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!


રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૩.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૯૦૫ સામે ૭૭૪૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૭૧૭૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૨૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૭૮ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૯૮૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૩૭૯ સામે ૨૩૪૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૪૪૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૧૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૬૯૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થવા સાથે આર્થિક ગતિવિધિઓ મજબૂત બનતા અને પરિણામે ભારતનું અર્થતંત્ર પણ વેગવાન બન્યું હોવાના અહેવાલો વચ્ચે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ પૂરું થવા આડે હવે અઠવાડિયું રહી ગયું હોઈ ઓવરસોલ્ડ ભારતીય શેરબજારમાં માર્ચ એન્ડિંગ પૂર્વે વિદેશી સંસ્થાકીય રોકાણકારો શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપી આકર્ષક વેલ્યુએશને ખરીદદાર બની જતાં આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા ૨, એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાદવા જઈ રહી હોઈ અને યુક્રેન મામલે રશીયાની શરતી યુદ્વ વિરામની તૈયારી અને ઈઝરાયેલ દ્વારા હમાસ પર હુમલાને લઈ જીઓપોલિટીકલ ચિંતાને લઈ યુરોપ, એશીયાના મોટાભાગના બજારોમાં નરમાઈ સામે ભારતીય શેરબજારમાં છેલ્લા એકાદ મહિનાથી નોંધાયેલા કરેક્શન બાદ હવે તેજી જોવા મળી રહી છે. એકંદરે સાર્વત્રિક લેવાલીના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડીમાં આજે ૪.૨૧ લાખ કરોડના વધારા સાથે છેલ્લા છ ટ્રેડિંગ સેશનથી નોંધાયેલી તેજીના પગલે રોકાણકારોની મૂડીમાં ૨૭.૧૧ લાખ કરોડનો વધારો થયો હતો.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડ રિઝર્વ દ્વારા ચાલું વર્ષે બે વખત રેટ કટ કરવાની જાહેરાત કરતાં ડોલર ઈન્ડેક્સ નબળો પડતા રૂપિયાના મૂલ્યમાં સુધારો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવ પણ ઘટતા અટકી સુધારા તરફી રહ્યા હતા.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેકસ, યુટીલીટીઝ, પાવર, ઇન્ડસ્ટ્રીયલ, ફાઈનાન્શિયલ સર્વિસીસ અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૯૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૪૦ અને વધનારની સંખ્યા ૨૪૯૬ રહી હતી, ૧૬૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એનટીપીસી લી. ૪.૬૧%, કોટક બેન્ક ૪.૫૧%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૩.૭૭%, ટેક મહિન્દ્ર ૩.૫૪%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૩.૧૪%, બજાજ ફિનસર્વ ૨.૭૭%, એકસિસ બેન્ક ૨.૫૧%, એચસીએલ ટેકનોલોજી ૨.૩૩% અને બજાજ ફાઈનાન્સ ૧.૯૮% વધ્યા હતા, જયારે ટાઈટન કંપની ૨.૬૮%, ઇન્ડસઇન્ડ બેન્ક ૨.૪૨%, ઝોમેટો લિ. ૨.૧૩%, મહિન્દ્રા & મહિન્દ્રા ૦.૮૩%, ભારતી એરટેલ ૦.૪૬%, નેસ્લે ઇન્ડિયા ૦.૧૦% અને ઈન્ફોસીસ ૦.૦૩% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા….

મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ પૂર્ણ થવા આવ્યું હોઈ અને વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતીય શેરબજારમાં મોટી તેજી સંભવિત હોવાના શક્યતાએ ગત સપ્તાહમાં એફપીઆઈઝ-એફઆઈઆઈઝ દ્વારા શેરોમાં છેલ્લા દિવસોમાં થયેલી મોટી ખરીદીએ બજારની રૂખ બદલી મૂકી છે. ભારતીય શેરબજારમાં ચાર વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક ૪.૬%નો ઉછાળો નોંધાયો છે. સેન્સેક્સ ૩૦૦૦થી વધુ પોઈન્ટ વધી આવ્યો છે. સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરોમાં વર્ષાંતે છેલ્લા દિવસોમાં ફંડો વેલ્યુબાઈંગની તક ઝડપી રહ્યા છે.

વૈશ્વિક મોરચે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વને ટેરિફ યુદ્વમાં ધકેલતા અને અમેરિકાની રશીયાને યુક્રેન મામલે મનાવવાના પ્રયાસમાં હજુ પૂરી સફળતા મળી નહીં હોવાથી અને ઈઝરાયેલ-હમાસ યુદ્વ ફરી વકરતાં જીઓપોલિટીકલ ટેન્શનને લઈ યુરોપ, એશીયાના અન્ય દેશોના બજારોમાં સપ્તાહના અંતિમ દિવસોમાં નરમાઈ જોવાઈ હતી. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા હજુ કાયમ રહેતા અને ૨, એપ્રિલના ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ પર વિશ્વની સાથે ભારત પર અસર શું થશે એના પર નજર હોઈ વૈશ્વિક બજારોમાં હજુ અફડાતફડી જોવાઈ શકે છે ત્યારે વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં એફપીઆઈઝ ખરીદી પર ભારતીય શેરબજારની નજાર રહેશે.

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *