નિફટી ફ્યુચર ૨૨૬૭૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૨૬૭૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!


રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૩.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૦૨૯ સામે ૭૪૩૯૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૭૭૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૮૨૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૫૩૦ સામે ૨૨૫૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૪૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૬ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૪૪૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ઈલોન મસ્કની સ્ટારલિન્ક સેટેલાઈટ ઈન્ટરનેટ ક્ષેત્રે ભારતી એરટેલ સાથે સહયોગ સાધવા સફળ રહ્યા બાદ હવે રિલાયન્સ જિયો સાથે પણ કોલોબ્રેશનની તૈયારીના અહેવાલ વચ્ચે ભારત પર ટેરિફમાં ધરખમ ઘટાડો કરવાના અમેરિકાના દબાણ સાથે અમેરિકી શેરબજાર મોટાપાયે થયેલા ધોવાણ અને આઈટી ક્ષેત્રે વૈશ્વિક પડકારોને લઈ આઉટલૂક ડાઉનગ્રેડ થવા લાગતાં આજે ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી.

અમેરિકામાં ફુગાવાનો આંક ઘટીને આવતાં અને ટ્રમ્પ એક તરફ વિશ્વને વેપાર યુદ્વમાં ઝઝુંમતું રાખીને કેનેડાથી થતી મેટલની આયાત પર બમણી ૫૦% ટેરિફ લાદીને આક્રમકતા બતાવ્યા સામે બીજી તરફ યુક્રેન મામલે યુદ્વ વિરામ કરાવવા ઝેલેન્સ્કીને મનાવી લેવામાં સફળ થયા હોઈ જીઓપોલિટીકલ ટેન્શન હળવું થવાના પોઝિટીવ સંકેત છતાં અનિશ્ચિતતાના દોર વચ્ચે આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારો ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા પગલાંઓના કારણે આર્થિક મંદી અને ટ્રેડ વોરની ભીતિ અને ફેડ દ્વારા આગામી સમયમાં વ્યાજના દરો ઘટાડે તેવી શક્યતાના પગલે ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો હતો, જયારે ક્રૂડ ઓઈલના ભાવોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૫૭ અને વધનારની સંખ્યા ૧૫૧૮ રહી હતી, ૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૬૭%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૬૨%, એનટીપીસી લી. ૦.૪૮%, સન ફાર્મા ૦.૪૫%, ટાટા સ્ટીલ ૦.૩૭%, ટીસીએસ લી. ૦.૨૫%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૧૯% અને કોટક બેન્ક ૦.૧૩% વધ્યા હતા, જયારે ઝોમેટો લી. ૧.૯૭%, ટાટા મોટર્સ ૧.૯૫%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૮૪%, એશિયન પેઈન્ટ ૦.૯૮%, બજાજ ફાઈનાન્સ ૦.૯૪%, મારુતિ સુઝુકી ૦.૯૩%, અદાણી પોર્ટ ૦.૮૮%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૭૮% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૭૩% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા….

મિત્રો, આગામી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ ૬.૫%થી વધુ રહેવાનો અંદાજ મૂડીઝ રેટિંગ્સે આપ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા ૬.૩%ના દરે વધવાનો અંદાજ છે. સરકારી મૂડી ખર્ચમાં વધારો, કરવેરા અને વ્યાજદરમાં ઘટાડાથી વપરાશમાં વધારો થશે, પરિણામે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર વધુ ઝડપી ગતિએ વૃદ્ધિ પામશે. બેન્કિંગ સેક્ટર માટે સ્થિર દૃષ્ટિકોણનો અંદાજ આપતાં મૂડીઝે જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય બેન્કોનું સંચાલન સાનુકૂળ રહેશે, હાલના વર્ષોમાં નોંધાયેલા નોંધપાત્ર સુધારાઓના કારણે એસેટ ક્વોલિટીમાં નજીવો ઘટાડો જોવા મળશે.

૨૦૨૪ના મધ્યમાં એક અસ્થાયી ઘટાડા બાદ ભારતનો આર્થિક ગ્રોથ ફરી ઝડપથી વધવાનો અંદાજ છે. ભારત આ ગ્રોથ સાથે વૈશ્વિક સ્તર પર ઝડપથી વિકસતુ અર્થતંત્ર બનશે. નાણા મંત્રાલયની આર્થિક સમીક્ષામાં, આગામી નાણાકીય વર્ષ માટે જીડીપી ગ્રોથ ૬.૩-૬.૮% રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. સત્તાવાર અનુમાન મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ ૬.૫% રહેશે. દેશનો રિઅલ જીડીપી ગ્રોથ જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૪ ત્રિમાસિકમાં ઘટી ૫.૬% થયો હતો, જે આગામી ત્રિમાસિકમાં વધીને ૬.૨% થયો હતો. મૂડીઝને અપેક્ષા છે કે ભારતનો સરેરાશ ફુગાવો ગયા વર્ષના ૪.૮%થી ઘટીને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૪.૫% થશે.

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *