દાહોદ-મહિસાગર જિલ્લામાં જમીન કલમ 73 AAની એકપણ જમીન બીજાના નામે NA થઈ નથી : મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

દાહોદ-મહિસાગર જિલ્લામાં જમીન કલમ 73 AAની એકપણ જમીન બીજાના નામે NA થઈ નથી : મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત


(જી.એન.એસ) તા. 20

ગાંધીનગર,

રાજ્યભરમાં આદિવાસીઓની જમીનના અધિકારોની રક્ષણ માટે સરકાર કટિબદ્ધ છે. છેલ્લા બે વર્ષમાં દાહોદ અને મહિસાગર જિલ્લામાં જમીન મહેસૂલ કાયદાની કલમ 73 AAની એકપણ જમીન બીજાને નામે થઈ નથી તેમ, આજે ધારાસભ્યશ્રી દ્વારા પુછાયેલા પ્રશ્નનો મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ વતી વિધાનસભા ગૃહમાં જવાબ આપતા મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

મંત્રી શ્રી રાજપૂતે વધુ માહિતી આપતા કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જૂન ૨૦૦૬માં આદિવાસી સમાજના હિતમાં જમીન મહેસૂલ કાયદાની કલમ 73 AA હેઠળ કલેકટર અને DDOને વિશેષ સત્તા આપવામાં આવી છે, જેમાં કોઈ વ્યક્તિ કલેક્ટર અને DDOની પરવાનગી વિના જમીન અન્યને વેચાણ કરે તો તેને પરત મળે છે અને વેચાણ કરનારને સજા પણ કરવામાં આવે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 73 AAની તમામ પ્રક્રિયા iORA અંતર્ગત ઓનલાઈન કરવામાં આવી છે જેના પરિણામે સમગ્ર પ્રક્રિયા વધુને વધુ પારદર્શી બની છે.

મંત્રીશ્રીએ પૂછાયેલા પેટા પ્રશ્નનો પ્રત્યુતર પાઠવતા કહ્યું હતું કે, 73 AAની અંતર્ગત આદિવાસીઓને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. જેમાં સહકારી પ્રવૃત્તિઓ,ઔદ્યોગિક હેતુ, પેટ્રોલ પંપ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા જમીન આપવામાં આવે છે.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આ હાઇટેક સીસીટીવી નેટવર્કની મદદથી ચોરીના વાહન કે ગુન્હામાં સંડોવાયેલા વાહન જો આંતરરાજ્ય સરહદ ઉપરથી પસાર થાય તો તેનું Real Time alert સંબંધિત જિલ્લાના ‘નેત્રમ’ માં મળશે. સમગ્ર રાજ્યના શહેરોની અંદર અને રાજ્યની સરહદો પર સી.સી.ટી.વી. કેમેરા લાગી જશે ત્યારે વિશ્વાસ સીસ્ટમ રાજ્યની સુરક્ષા માટે સુદર્શન ચક્ર બની જશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

    Related Articles

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *