થર્ટી ફસ્ટને લઈ નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા સઘન સુરક્ષા વ્યવસ્થા

થર્ટી ફસ્ટને લઈ નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા સઘન સુરક્ષા વ્યવસ્થા

બનાસકાંઠાની તમામ બોર્ડર પર પોલીસ એલર્ટ

તમામ ચેકપોસ્ટ ઉપર 24 કલાક વાહનોની ચકાસણી : અક્ષયરાજ મકવાણા

આગામી થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ સતર્ક બની છે. પોલીસ દ્વારા રાજસ્થાનને જોડતી તમામ ચેકપોસ્ટ પર થર્ટી ફસ્ટને લઈ સુરક્ષામાં વધારો કરાયો છે. પોલીસ દ્વારા દરેક વાહનોને ઝીણવટભરી તપાસ કરી પ્રવેશ આપવામા આવી રહ્યો છે. જેમાં જિલ્લાની પાંથાવાડા, ખોડા,છાપરી, નેનાવા, અમીરગઢ સહિત તમામ ચેક પોસ્ટો પર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતા વાહન ચાલકોને પોલીસ દ્વારા બ્રેથ એનેલાઈઝરથી અને બોડી વોર્ન કેમેરાથી તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાત-રાજસ્થાનને જોડતી બનાસકાંઠાની અતિ સંવેદનશીલ ગણાતી અમરીગઢ ચેકપોસ્ટ સહિત જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે. આવનાર થર્ટી ફસ્ટને લઇને નશીલા પદાર્થો બનાસકાંઠા સહિત ગુજરાતમા ન ઘુસે એ હેતુથી બોર્ડર પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ડીજીપીના આદેશ અનુસાર બનાસકાંઠાની રાજસ્થાનને જોડતી દરેક ચેકપોસ્ટ પર 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી બોર્ડર પર ગુજરાતમા પ્રવેશતા દરેક વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. જેમા અમીરગઢ ચેકપોસ્ટ પર બે પોલીસ સબ ઇન્સ્પેકટની સાથે પોલીસ જવાનો અને હોમગાર્ડ ચુસ્તપણે 24 કલાક વાહન ચેકીંગ કરી રહ્યા હોવાનું બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *