જ્યાં બાળકો કેળવણી સાથે જીવાતું જીવન શીખે છે.

જ્યાં બાળકો કેળવણી સાથે જીવાતું જીવન શીખે છે.

ખાસમ ખાસ

ડૉ.કલામ ઇનોવેટીવ સ્કૂલ,અમરેલી

આજે શિક્ષણમાં અનેક વિધ સેવા કાર્યો સાથે સંકુલ કાર્યરત છે. સમગ્ર ગુજરાતમાં અનેક વિધ સંકુલ પૈકી એક આગવું સંકુલ જોવા અને અનુભવવા મળ્યું. ધારીથી અમરેલી જતાં વચ્ચે આવે આ કલામ સંકુલ. આ સંકુલની ખાસિયત એ કે એના સંચાલનમાં બાળકોનો ખૂબ મોટો હિસ્સો. છાત્રાલયના બાળકો તો જાણે ચોવીસ કલાકની મિલેટરી. આ સંકુલના મેનેજીંગ ડાયરેકટર જય કાથરોટિયા. આ એક એવા વ્યક્તિ જેનું જીવન નિરાળું છે. છેલ્લા વર્ષોમાં આગવી રીતે જન્મ દિવસ ઉજવવા માટે વિશ્વ વિક્રમ ધરાવે છે. વિશ્વના અનેક ખ્યાતનામ રેકોર્ડ એમના નામે નોંધાયેલ છે. બહેરા મૂંગા શાળાના બાળકોને એક વખત જન્મ દિવસે વિમાન પ્રવાસ કરાવ્યો. એક વખત અનાથ બાળકોને માટે ભવ્ય હોટલમાં ભોજન સમારોહનું આયોજન થયું. આવા અનેક સેવાકાર્યો થકી અનોખા જન્મ દિવસની ઉજવણીની નોંધ લેવડાવી.

આ સંકુલના શિક્ષકો અને સાથે જોડાયેલ અન્ય કર્મચારીઓનો સુમેળ એવો કે જાણે બધે જ  બધું જ સારું લાગે. કદાચ આ જ કારણે આ સંકુલ શરૂ થયું ત્યારથી આજ સુધીમાં બે વખત ધોરણ દસની બોર્ડની પરીક્ષા સામે આવી.માર્ચ: ૨૦૨૩ અને માર્ચ:૨૦૨૪ ની બંને પરીક્ષામાં બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું. અનોખા સંચાલક અને બાળકો સાથે સીધા મથતા જય કાથરોટિયાનો જન્મ દિવસ ૧૩ મી ડીસેમ્બર ૧૯૯૯. આ વખતે આ યુવાન દ્વારા મુક બધીર શાળા,અમરેલી ખાતે કેળવાતાં લગભગ એંસી બાળકો માટે એમના દાદા સ્વ. ડુંગરભાઈ અને બા સ્વ લાભૂબાની પૂણ્ય સ્મૃતિમાં આ વિશેષ બાળકો માટે અત્યાધુનિક લેબ બનાવી ભેટ આપી. આ લેબમાં શીખવનાર વ્યક્તિની સુવિધા આપી. આ બાળકો માટે ખાસ વ્યવસ્થા એ કે તેમને ડિજિટલ લેબનું કામ મળી રહે અને આર્થિક રીતે પગભર થાય એ માટે સતત પ્રયત્નો કર્યા છે. સૌથી આનંદની વાત એ છે કે તારીખ:૧૫/૧૨/૨૦૨૪ ના રોજ પચ્ચીસ વર્ષ પૂર્ણ થયા. દાદા અને બા ને નામે દાદા બા ટેકનિકલ લેબ આ સંસ્થાને ભેટ મળી કારણ જય કાથરોટિયા દ્વારા જન્મ દિવસ અહીં ઉજવવામાં આવ્યો.

કલામ સંકુલ સમગ્ર રાજ્યમાં આગવી ઓળખ ધરાવે છે. કલામ સંકુલ એક એવું માધ્યમ છે જ્યાં કોઈ પણ નવા વિચારને અમલમાં મૂકવા માટે તમને સહયોગ મળે, આગવું ભંડોળ પણ મળે છે. બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજના બાળકો માટે કાર્યરત અરણ્યધામ ખાતે કોમ્યુટર ભેટ આપ્યા છે. આ બાળકો માટે આધુનિક ટેકનોલોજી અંતર્ગત ભવિષ્યમાં સહયોગ કરવા ઉપરાંત આદિવાસી સમાજના બાળકો માટે કાયમી સહયોગી રહ્યા છે.આદિવાસી સમાજના બાળકો ઉદ્યોગ સાથે કેળવણી માટે આધુનિક સમાજને ઉપયોગી અને પગભર થવા માટેની આવડત કેળવવા માટે સહયોગ કરવાની તૈયારી દર્શાવી હતી. આવી અનેક સંસ્થાઓ સાથે જોડાઈને જરૂરિયાત ધરાવતા બાળકો સુધી પહોંચવા માટે સતત તૈયાર કલામ સંકુલ પરિવારને અભિનંદન આપવા રહ્યા. આધુનિક સમયની જરૂરિયાત સાથે અંતરિયાળ વિસ્તાર સુધી કે જરૂરિયાત ધરાવતા બાળકો સુધી પહોંચવા સરળતા રહે એ માટે તેઓ સાથે અવાર નવાર મળવાનું થાય. આ વખતે ૨૦૨૪ના વર્ષમાં આવેલ જન્મ દિવસની ઉજવણીમાં જોડાવાનું થતાં એક યુવાન જય માટે જયકાર કરવાનું મન થાય એ રીતે ઓળખવાનું  થતાં ખાસમ ખાસ વતી શુભકામનાઓ.

ગાંધીજી એ નઈ તાલીમ આપી. આધુનિક સમયમાં બાળકોને કેવા કેળવવા જોઈએ એ માટે જય કાથરોટિયા દ્વારા કલામ સંકુલને આગવી રીતે સંચાલિત કરવામાં આવી રહેલ છે. દેશ વિદેશના અનેક મહેમાનો આ સંકુલની મુલાકાતે આવ્યા છે. આવા આધુનિક સમયને અનુરૂપ સંકુલ સંચાલક કોઈ વડીલ નહી. એક તરવરિયો યુવાન છે. આ પચીસ વર્ષના યુવાને પચીસ વર્ષ જૂની સંસ્થાને આધુનિક લેબ ભેટ આપી. અનોખા સંકુલ અને સંચાલક ને મળવું એ કરતાં એમને માણવા એ મહત્વનું થઈ પડે છે.

ડૉ.ભાવેશ પંડ્યા

ગમતી નિશાળ,પાલનપુર.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *