(જી.એન.એસ) તા. 19
માંગરોળ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થતાં જૂનાગઢ માં આવેલી માંગરોળ નગરપાલિકામાં ભાજપની સત્તા આવી હતી. માંગરોળ નગરપાલિકા માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટાઈ પડી હતી. જેમાં બસપાના ઉમેદવારોએ ભાજપને ટેકો આપ્યો હતો. જેમાં સમર્થન મળતા ભાજપનું સંખ્યાબળ 19 થયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માંગરોળની 36 બેઠકોમાંથી ભાજપ-કોંગ્રેસને 15-15 બેઠક મળી હતી. જેમાં બસપાને 4 જ્યારે અપક્ષને 2 બેઠક મળી હતી. ત્યારે બસપાના 4 સભ્યોએ ભાજપને સમર્થન આપતા નગરપાલિકામાં ભાજપની સત્તા આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.