૨૮૭ કિમી લંબાઈના રસ્તા બનતા ૧૧૪ ગામની એક લાખથી વધુ જનતાને લાભ મળશે
(જી.એન.એસ) તા. 20
ગાંધીનગર,
ગુજરાત વિધાનસભાના બજેટસત્ર દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને સંખેડા તાલુકામાં મંજૂર થયેલા રસ્તાઓના કામો અંગેના પ્રશ્નની વિગતો આપતા રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કુલ ૧૫૨ કરોડ રૂપિયાના ખર્ચે ૧૧૪ કામો મંજૂર કરવામાં આવ્યા છે.
આ અંગે વિગતવાર માહિતી આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ૬૮, જ્યારે સંખેડા તાલુકાના ૪૬ મળી ૧૧૪ કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ રસ્તાઓની કુલ લંબાઈ ૨૮૭ કિમી જેટલી થાય છે. જેનાથી આશરે ૧૭૪ ગામના એક લાખથી વધુ લોકોને લાભ મળશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ ૧૫૨ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે પૈકી આઠ કામ સંપૂર્ણ થઈ ગયા છે, જ્યારે અન્ય ૫૬ કામો હાલ પ્રગતિમાં છે. આ સિવાયના અન્ય ૫૦ જેટલાં કામ સત્વરે હાથ ધરવામાં આવનાર છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.