ચીનમાં પણ ચમકારો : 20 કરોડના ખર્ચે બનેલી ફિલ્મના સસ્પેન્સે લોકોના મનને હચમચાવી નાખ્યું

ચીનમાં પણ ચમકારો : 20 કરોડના ખર્ચે બનેલી ફિલ્મના સસ્પેન્સે લોકોના મનને હચમચાવી નાખ્યું

તમિલ સુપરસ્ટાર વિજય સેતુપતિ અને બોલિવૂડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સ્ટારર ફિલ્મ ‘મહારાજા’ને ભારતમાં ઘણી પ્રશંસા મળી હતી. હવે આ ફિલ્મે ચીનમાં પણ ચમકારો કર્યો છે. આમિર ખાન સ્ટારર ફિલ્મ ‘દંગલ’ બાદ અહીં ‘મહારાજા’નો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ચીનમાં આ ફિલ્મને રિલીઝ થયાને 18 દિવસ થઈ ગયા છે અને અત્યાર સુધીમાં તેણે 83 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. દંગલ પછી આ બીજી ભારતીય ફિલ્મ બની છે જેનો ક્રેઝ ચીનમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું સસ્પેન્સ પણ લોકોના મનને ઉડાવી દે છે.

મહારાજા ફિલ્મ 14 જૂને સિનેમાઘરોમાં આવી હતી. તમિલ ભાષામાં બનેલી આ ફિલ્મ સાઉથના ડિરેક્ટર નિતિલન સ્વામીનાથને ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં સાઉથના સુપરહિટ એક્ટર વિજય સેતુપતિ અને બોલિવૂડના ડેશિંગ ડિરેક્ટર અનુરાગ કશ્યપ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મની વાર્તા સસ્પેન્સ થ્રિલર હતી. વિજય સેતુપતિનું પાત્ર હકારાત્મક હતું અને અનુરાગ કશ્યપનું પાત્ર નકારાત્મક હતું. ફિલ્મમાં ન તો હિરોઈનનું ગ્લેમર જોવા મળ્યું કે ન તો મોંઘા શૂટિંગ લોકેશન. તેમ છતાં આ ફિલ્મની વાર્તાએ લોકોના મન ઘુમ્યા હતા.

આ ફિલ્મે ભારતમાં જ 50 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું હતું. માત્ર 20 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ લોકોને પસંદ આવી છે. આ ફિલ્મે વિશ્વભરમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે ચીનમાં 85 કરોડનું કલેક્શન થયું છે. ફિલ્મનું કુલ કલેક્શન 185 કરોડને પાર કરી ગયું છે. ટૂંક સમયમાં જ તે 200 કરોડ રૂપિયા પણ એકત્રિત કરશે તેવી આશા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *