ચા પીવાથી ફ્રેશ થવાય કે એને ઠંડી કરવા ફૂક મારવાથી ફ્રેશ થવાય

ચા પીવાથી ફ્રેશ થવાય કે એને ઠંડી કરવા ફૂક મારવાથી ફ્રેશ થવાય

નાનો વિચાર વ્યવસ્થા બદલી શકે છે.

કેટલાક વર્ષો પહેલાની વાત છે.

અમદાવાદની પ્રતિષ્ઠિત શાળા એટલે સી.એન. વિદ્યાલય. અહીં એક વ્યક્તિની વિશેષ જવાબદારી. આ વ્યક્તિ એટલે સી.એન. વિદ્યાલયના પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ બુધ્ધિધનભાઈ ત્રિવેદી. કેળવણીમાં આગવું નામ અને અનોખું કામ હોય અનેક વખત એમને મળવાની તક મળી.એક વખત એમણે વાત વાતમાં એક સરસ વાત કરી.

શાળા સારું થાય એ પહેલા હું કેમ્પસમાં પહોંચી જાઉં. અહી બાળકો સ્કુલબસ, વાન કે વાલીના વ્યક્તિગત વાહન થકી શાળામાં આવે. બધા જ બાળકોને મારા સામેથી પસાર થવું પડે એ રીતે હું ઊભો રહું. છેવટે જે બાળકો આગળથી પસાર થાય એમના માથામાં ધીરેથી ટપલી મારું. કોઈ બાળકના માથામાં ટપલી મારવાનું રહીં જાય તો એ સામેથી માથામાં ટપલી ખાવા આવે. આવું વર્ષો સુધી ચાલ્યું. બાળકો પ્રેમથી ટપલી ખાતાં અને હું મનોમન સંખ્યા ગણતરી કરતો.આજે અમદાવાદમાં એમની સાથે કોઈ પણ વિસ્તારમાં ફરતા હોઈએ. સી.એન. વિદ્યાલયના વિદ્યાર્થીઓ આજે મોટી ઉંમરે હોવ છતાં સાહેબને હાથે પ્રસાદ રૂપે ટપલી મરાવે છે. આવું મે જોયું અને અનુભવ્યું છે.

લેખના મથાળાં મુજબ ચા પીનારાને હોય છે કે ચા પીવાથી હું ફ્રેશ થઈશ,પરંતુ લાંબા શ્વાસ લઈ લાંબી ફૂંક મારવાથી ફ્રેશ થવાય છે આ અંગે સ્પષ્ટ થવાતું નથી. આવું જ અનેક વાતમાં થાય છે. બુદ્ધિધન ત્રિવેદી દ્વારા માથામાં ટપલી મારીને બાળકોની સંખ્યા ગણવામાં આવતી હતી. પરંતુ આજે બાળકો એમના વ્યવસાયમાં ટોપ ઉપર હોવા છતાં સાહેબની ટપલી ખાવા આગળ આવે છે. આપણી આસપાસ અનેક લોકો એવા જે કોઈ કામ એટલી ચીવટથી કરે કે આપણ ને એવું થાય કે આ કામનું આટલું મહત્વ આ વ્યક્તિને કેમ હશે. જેમાં કે પાલનપુર સ્થિત તિરુપતિ વિલા ખાતે રહેતા જગદીશભાઈ ત્રિવેદી. એ વ્યવસાયે શિક્ષક અને લાંબી નોકરી પછી એ નિવૃત્ત થયા. આજે આ સોસાયટીના એક મંદિર સામે આવેલ બોર્ડમાં નિયમિત સારી વાતો અને વિચારો લખી રહ્યા છે. ક્યાંય બહાર જવાનું થાય તો એડવાન્સ રાતે બોર્ડ શણગારી ને એ જાય છે. કોઈ એક વિગત વધુમાં વધુ બે દિવસ રહી હોય એવું વર્ષમાં એકાદ બે વખત થાય. પરંતુ નિયમિત રીતે તેઓ આ કામને વળગી રહ્યા છે. સતત કોઈ એક બાબત પાછળ વળગી રહેવું એ ખૂબ મોટી અને ચોક્કસ સમય માગી લેતું કામ છે. ત્યારે જ સફળતા મળે જ્યારે એના પાછળ બે દાયકા નો સમય ખર્ચ કર્યો હોય. બે મિનિટ ચા પીવાની પ્રક્રિયામાં ઊંડા શ્વાસ લઈ લાંબી ફુક પીનારને ફ્રેશ કરી જાય છે. પરંતુ આ બાબતમાં બદનામ ચા થાય છે.

આણંદ ખાતે એક મહિલા રહે. એમનું નામ વેણુ. એ રોજ પંખીઓને ચણ નાખે. થોડા વર્ષો સુધી આ નિયમિત ચાલ્યું. છેવટે આ દીકરીને બેંગલોર જવાનું થયું. બેંગલોર દીકરી ગઈ. રોજની જેમ આજે જોઈએ ચણ નાખ્યું નહીં. આ સમયે આવતાં પક્ષીઓ એ ઘર ઉપર કાચની બારીઓ ચાંચ મારી ખખડાવવા નું શરૂ કર્યું. છેવટે વેણુ ના મમ્મીએ આજે સાત વર્ષથી આ નિયમ પાળ્યો છે. એમને ક્યાંક બહાર જવાનું થાય એટલે એ બીજા કોઈને જવાબદારી આપીને જાય છે.

આપણા સનાતન ધર્મમાં પોતાના ભાગમાંથી ગાય કે કૂતરા માટેનો ભાગ કાઢવાનું કહ્યું છે. જો મારો ખોરાક પાંચ રોટલીનો હોય તો મારે એમાંથી એક રોટલી ગાયને કે કૂતરાને આપવી પડે. જો હું મારી પાંચ રોટલી ઉપરાંત ગાય કે કૂતરા માટે એક રોટલી બનાવડાવી લઉં તો એ અનાજનો બગાળ છે. આવા સમયે આપણે વિચારવું રહ્યું કે હું રોટલી કાઢું છું એ ભાગ મારો છે કે હું વધારે અનાજ બગાડી રહ્યો છું. આવું થાય તો સમગ્ર માનવ જાતનું અને આસપાસના સર્વે જીવોનું કલ્યાણ થાય.

આપણી આસપાસ રહેતા લોકો પૈકી કેટલાક વ્યક્તિઓ ચોક્કસ બાબત ને વળગી રહેતા હોય છે. આવી વ્યક્તિઓ કોઈ કદર કરે કે ન કરે પરંતુ એમના કામને વળગી રહેતા હોય છે. આવા વ્યક્તિઓ મને છે કે ગરમ ચા પીવા મરાવી પડતી ફૂંક ને કારણે ફ્રેશ થવાય છે, ચા પીવાથી નહીં. આવા નાના કારણ થકી મોટી વાત કે વિગતને અસરક કરતા અનેક વ્યક્તિઓને આજનો આ લેખ અર્પણ કરું છું.

ડૉ.ભાવેશ પંડ્યા

ગમતી નિશાળ

પાલનપુર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *