ચિત્રાસણી નજીક લૂંટ થયેલી ગાડી ઝડપી લઈ પોલીસે બે શખ્સોની કરી ધરપકડ: પાલનપુર તાલુકાના ગોળા પાસે અઢી માસ અગાઉ બે શખ્સોએ છરીની અણીએ ગાડીની લૂંટ કરી હતી. જે ગુનાનો ભેદ ઉકેલતા એલસીબી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચિત્રાસણી પાસેથી ગાડી સહિત બે ઈસમોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અંબાજી ખાતેથી બે ઈસમો ગત 12 ઓક્ટોબર 2024 ના રોજ ઇકો ગાડીમાં બેસી પાલનપુર તાલુકાના ગોળા ગામ પાસે પેશાબ કરવાના બહાને ગાડી રોકાવી હતી. બંને ઈસમોએ ચાલકને છરો બતાવી ગાડી લઈ ત્યાંથી નાસી છૂટ્યા હતા. જે બાબતે પાલનપુર તાલુકા પોલીસ ને જાણ થતા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
જેમાં LCB બનાસકાંઠા દ્વારા લૂંટનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમો બનાવી જિલ્લા પોલીસ વડાની દેખરેખ હેઠળ લુટેલી ગાડી અમીરગઢ પાલનપુર રૂટ પર હોવાની બાતમી મળી હતી. જે આધારે પોલીસે ચિત્રાસણી પાસે લૂંટ થયેલ ગાડીની વોચ રાખી હતી. જે ગાડી આવતા જ પોલીસે તેને ચાલાક સહીત ઝડપી પાડી હતી. જેમાં (1) ફતેસિંહ ડાભી રહે.ધોરી, તા.વડગામ અને (2) દશરથસિંહ ચૌહાણ રહે.કરઝા જેથી તા. અમીરગઢ વાળાને ઝડપી પાડી ગોળા ગામથી લૂંટ કરેલ ગાડી કબ્જે કરી પોલીસ આગળ ની તપાસ હાથ ધરી છે.