ગાંધીનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શકુનિઓને એલ.સી.બી પોલીસે ઝડપી પાડ્યા

ગાંધીનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શકુનિઓને એલ.સી.બી પોલીસે ઝડપી પાડ્યા

ગાંધીનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શકુનિઓને એલ.સી.બી પોલીસે ઝડપી પાડ્યા.પોલીસે ગાંધીનગરના પ્રમુખ એરિસ્ટા ફલેટમાં ચાલતા જુગારધામ પર ત્રાટક્યા.ગાંધીનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શકુનિઓને એલ.સી.બી પોલીસે ઝડપી પાડ્યા.પોલીસે ગાંધીનગરના પ્રમુખ એરિસ્ટા ફલેટમાં ચાલતા જુગારધામ પર ત્રાટક્યા. પોલીસે સટ્ટાનું રેકેટ કરનારા 4 આરોપીઓની ધરપકડ કરી. આ આરોપીઓની પાસેથી પોલીસે 21 મોબાઈલ, 38 ATM અને 5 લેપટોપ જપ્ત કર્યા. આરોપીઓને કસ્ટડીમાં લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી

મળતી માહિતી મુજબ અડાલજ પોલીસને બાતમી મળી હતી કે ગાંધીનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાય છે. ગાંધીનગર વિસ્તારમાં પ્રમુખ એરિસ્ટા ફ્લેટમાં જુગારધામ ચાલતુ હોવાની મળેલ બાતમીના આધારે ગઈકાલે અડાલજ પોલીસ ફલેટ પર ત્રાટકી. જ્યાં LCB પોલીસને મેચ પર સટ્ટો રમતાં 4 શકુનિઓને ઝડપી પાડ્યા. આરોપીની સામાન્ય પૂછપરછમાં સામે આવ્યું કે આ ચારોય આરોપીઓ એક જ ફલેટમાં સટ્ટાનું રેકેટ ચલાવતા હતા.

અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા આ સટ્ટા રેકેટમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા સટ્ટોડિયાઓને જેલ ભેગા કર્યા. ગાંધીનગરમાં 6 મહિના અગાઉ પણ તુલસી એપાર્ટમેન્ટમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમતા બે શખ્સની અટકાયત કરવામાં આવી હતી. LCB પોલીસે તુલસી એપાર્ટમેન્ટમાં આવેલ પાર્લર આગળ બેસી ખુલ્લેઆમ આઈપીએલ ક્રિકેચ મેચનો સટ્ટો રમનારા બે શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યા. અને આ બે શખ્સ પાસેથી 31 હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *