કોંગ્રેસનું ગુજરાત એકમ આજે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના માનમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરશે. કોંગ્રેસ દ્વારા રી કરાયેલી પ્રેસ રીલીઝ મુજબ, રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ શક્તિ સિંહ ગોહિલ, વિપક્ષી નેતા અમિત ચાવડા સાથે પાર્ટીના સાંસદો, ધારાસભ્યો અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના અધિકારીઓ પણ શોકસભામાં હાજર રહેશે. ગુજરાત કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શ્રદ્ધાંજલિ સભાની માહિતી પોસ્ટ કરી છે. ગુજરાત કોંગ્રેસે લખ્યુ છે કે, દેશના મહાન અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના દુઃખદ અવસાન નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા “પ્રાર્થના સભા”ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કારમાં ઘણા વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનાથ સહિત ઘણા નેતાઓ નિગમ બોધ ઘાટ પહોંચ્યા અને પૂર્વ પીએમના નશ્વર અવશેષોને શ્રદ્ધાંજલિ આપી. પૂર્વ પીએમ મનમોહન સિંહની મોટી દીકરીએ પિતાના અંતિમ સંસ્કાર કર્યા. આ સાથે પૂર્વ પીએમ મનમોહન સિંહ કાયમ માટે પંચતત્વમાં ભળી ગયા.