બ્રિટનના મોટો દરિયાઈ અકસ્માત
(જી.એન.એસ) તા. 11
બ્રિટનના દરિયાઈ વિસ્તારમાં ઓઈલ ટેન્કર અને કાર્ગો શિપ વચ્ચે અથડામણ બાદ આગ લાગી હતી. ઈમરજન્સી રિસ્પોન્સની ટીમે જણાવ્યું હતું કે, ‘સમગ્ર ઘટનામાં લગભગ 32 જેટલાં લોકોને સુરક્ષિત કિનારા સુધી લાવવામાં આવ્યા છે. તેમાંથી કેટલાકની સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ નથી. જો કે, હજુ જાણવા મળ્યું નથી કે બંને શિપ વચ્ચે અથડામણ કેવી રીતે થઈ.’
ગ્રિમ્સબી ઈસ્ટ પોર્ટના ચીફ એક્ઝિક્યુટિવ માર્ટિન બોયર્સે જણાવ્યું હતું કે વિન્ડકેટ-33 જહાજ પર 13 ઘાયલ લોકોને લાવવામાં આવ્યા, ત્યારબાદ બંદર પાઈલટ બોટ દ્વારા અન્ય 19 લોકોને બચાવી લેવામાં આવ્યા. યુએસ-ધ્વજવાળા ઓઈલ ટેન્કરની ઓળખ એમવી સ્ટેના તરીકે થઈ છે, જે રસાયણો અને તેલ ઉત્પાદનોથી ભરેલું હતું. કાર્ગો જહાજ પર પોર્ટુગીઝ ધ્વજ લહેરાતા જોવા મળ્યા.
સ્ટેના બલ્કના સીઈઓ એરિક હેનેલે જણાવ્યું હતું કે જહાજના 20 થી વધુ ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને તેમને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. તેમને કહ્યું કે અથડામણના કારણ વિશે કંઈ પણ કહેવું હજુ વહેલું ગણાશે.યુકે મેરીટાઈમ અને કોસ્ટગાર્ડ એજન્સી મુજબ ઘટનાસ્થળે ઘણી લાઈફબોટ અને કોસ્ટ ગાર્ડ રેસ્ક્યૂ હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા છે. વધુમાં, નજીકના અનેક ફાયર બ્રિગેડ જહાજો અને કોસ્ટ ગાર્ડનું વિમાન હાજર હતું.
રોયલ નેશનલ લાઈફબોટ ઇન્સ્ટિટ્યૂશનએ જણાવ્યું હતું કે “એવા અહેવાલો છે કે અથડામણ પછી કેટલાક લોકો જહાજ છોડીને ચાલ્યા ગયા હતા અને બંને જહાજોમાં આગ લાગી ગઈ છે.” કોસ્ટ ગાર્ડ સાથે ત્રણ લાઈફબોટ ઘટનાસ્થળે બચાવ કામગીરી કરી રહી છે.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે બંને જહાજોમાંથી કાળો ધુમાડો નીકળી રહ્યો છે. ગ્રીસથી રવાના થયા પછી એમવી સ્ટેના ઈમક્યુલેટ લંગર પર હતું. આ દરમિયાન પોર્ટુગીઝ ધ્વજવાળું કાર્ગો જહાજ સોલોંગ સ્કોટલેન્ડના ગ્રેન્જમાઉથથી નેધરલેન્ડ્સના રોટરડેમ તરફ જઈ રહ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.