પંચમહાલ જિલ્લાના ગોધરામાં એટીએસની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી ગોધરામાં સર્ચ હાથ ધર્યું હતું. જેમાં ગોધરાના લધુમતી વિસ્તારમાંથી 3 શંકાસ્પદ શખ્સોને ઉઠવ્યા બાદ ગોધરાની એસપી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ ત્રણેય શખસો 25 દિવસ પાકિસ્તાનમાં રોકાઈને પરત આવ્યા હતા. જ્યાં ત્રણેય શંકાસ્પદ શખ્સોની પાંચ કલાક સુધી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછના અંતે ત્રણેય શંકાસ્પદ શખ્સોને ATSની ટીમ દ્વારા અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા છે. જ્યાં ચોકાવનારા ખુલાસાઓ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
જેમાં પોલીસે માજ ઉસ્માની, અબ્દુલ ઉસ્માની અને મહમદ હનીફની અટકાયત કરી ગોધરા એસપી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં એટીએસની ટીમે શંકાસ્પદ ત્રણેય ઈસમોની પાંચ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ ત્રણેય ઈસમોને એટીએસની ટીમ દ્વારા અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા.