એસ.ટી નિગમની સકારાત્મક પહેલ: પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત LRD પરીક્ષા માટે તા.૧૫ જૂન ૨૦૨૫ના રોજ રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે એક્સ્ટ્રા બસોનું સંચાલન

એસ.ટી નિગમની સકારાત્મક પહેલ: પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત LRD પરીક્ષા માટે તા.૧૫ જૂન ૨૦૨૫ના રોજ રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે એક્સ્ટ્રા બસોનું સંચાલન





(જી.એન.એસ) તા. 11

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી સમય તા.૧૫ જૂન ૨૦૨૫ના રોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ કલાક સુધી લોકરક્ષક કેડર- LRDની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર સહિત કુલ ૭ કેન્દ્રો ખાતે  પરીક્ષા યોજાનાર છે. જેમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી અંદાજિત ૨.૪૮ લાખ  ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેશે એમ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા-આવવા માટે જરૂરિયાત મુજબ તા.૧૪ જૂન ૨૦૨૫ અને તા.૧૫ જૂન ૨૦૨૫ દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઇને નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સેવા તથા ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ સમયગાળા દરમિયાન નિગમ દ્વારા બસોના એક્સ્ટ્રા સંચાલન સેવાનું નિગમના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી તમામ ઉમેદવારો ટિકિટ કાઉન્ટર તેમજ એડવાન્સ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે. ઉમેદવારોને સંચાલન સંબંધિત પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે તેમ, વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.






Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *