(જી.એન.એસ) તા. 23
જેરુસલેમ,
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝેના આદેશ પર ઈઝરાયલી સેનાએ લેબનોનમાં ડઝનબંધ આતંકવાદી ઠેકાણાઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે શનિવારે વહેલી સવારે લેબનોનમાં જોરદાર હવાઈ હુમલો કર્યો હતો આ જવાબી હુમલામાં લેબનોનમાં અનેક સ્થળોએ ભીષણ આગની ઘટના પણ બની હતી.
આ બાબતે ઈઝરાયલી સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “શનિવારે સવારે ઈઝરાયલ પર રોકેટ ફાયરિંગના જવાબમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે લેબનોનમાં ડઝનબંધ આતંકવાદી ઠેકાણાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ઈઝરાયલ તેના નાગરિકો અને તેના સાર્વભૌમત્વને કોઈ નુકસાન પહોંચાડવા દેશે નહીં. અમે જાણીએ છીએ કે અમારી સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવી.” આ પહેલા યમનથી ઈઝરાયલી શહેર જેરુસલેમ પર પણ મિસાઈલો છોડવામાં આવી હતી. ઈઝરાયલે દાવો કર્યો હતો કે તેણે તેના પ્રદેશ સુધી પહોંચતા પહેલા તેને રોકી દીધું હતું. યમનના હુથી બળવાખોરોએ આ હુમલાઓની જવાબદારી સ્વીકારી છે.
ઈઝરાયલની રાજધાની જેરુસલેમ સાયરનના જોરદાર અવાજથી ગુંજી ઉઠી. સાયરન વાગતાની સાથે જ લોકો સલામત સ્થળની શોધમાં શેરીઓ અને દુકાનોમાંથી દોડવા લાગ્યા. ઈઝરાયલી સેનાએ દાવો કર્યો હતો કે તેમણે મિસાઈલ હુમલાઓ તેમના વિસ્તારમાં પહોંચે તે પહેલાં જ અટકાવી દીધા હતા. આ અઠવાડિયાની શરૂઆતમાં અમેરિકાએ હુથીઓ વિરુદ્ધ હવાઈ હુમલાઓનું નવું અભિયાન શરૂ કર્યું, ત્યારથી અને ઈઝરાયલી દળોએ ગાઝામાં હુમલાઓ તીવ્ર બનાવ્યા બાદ યમને ઈઝરાયલ પર હુમલા શરૂ કર્યા છે, જેમાં લગભગ 500 પેલેસ્ટિનિયનો માર્યા ગયા હતા.
આવા સમયે ગાઝામાં યુદ્ધનો વિરોધ કરી રહેલા હજારો વિરોધીઓ દ્વારા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયને ઘેરીને ભારે સુતરોકહાર કરવામાં આવ્યા હતા. વરસાદ વચ્ચે, લોકો જેરુસલેમમાં પીએમ ઓફિસની બહાર એકઠા થયા હતા અને પીએમ નેતન્યાહૂ દ્વારા બંધક સંકટને સંભાળવા અને દેશના આંતરિક સુરક્ષા વડાને બરતરફ કરવાની તેમની યોજનાનો વિરોધ કર્યો હતો. આ સાથે પ્રદર્શનકારીઓએ ગાઝામાં બોમ્બમારો તાત્કાલિક બંધ કરવા અને ઈઝરાયલી સરકારને યુદ્ધવિરામનું પાલન કરવાની અપીલ કરી હતી. તેઓ હમાસની કેદમાંથી બાકીના બંધકોની સલામત મુક્તિ ઈચ્છે છે. રસ્તા પર ઉતરેલા લોકોને ડર હતો કે ઈઝરાયલી બોમ્બમારાનો બદલો લેવા માટે હમાસ બંધકોને મારી નાખશે. હાલમાં ત્રણ ડઝન લોકો જેલમાં છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.