(જી.એન.એસ) તા. 15
અમદાવાદ,
ભાજપના નેતા અને ધારાસભ્ય અમિત શાહે ચંડોળા તળાવ દબાણ લઈને પત્ર લખ્યા છે. ધારાસભ્ય અમિત શાહે પત્રમાં લખ્યું કે, ‘ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતો દુર કરવા તારીખ 07/02/2025ના રોજ પત્ર લખેલ, વધારામાં આપને જણાવવાનુ કે, હાલમાં ત્યાં અ.મ્યુ.કોને કેટલાક તત્વો કચરો/ પુરણી ઠાલવી નવી વસાહતો બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ અંગે માન.કલેક્ટર સાહેબને ત્યાં મેસેજ, ફોટો, વીડિયો મોકલેલ છે, આપને પણ આ સાથે ફોટા વિડિયો મોકલી રહ્યો છું, આશા રાખુ છુ કે આપ નવી વસાહત બનતા રોકશો અને ભુતકાળમાં બનેલી ગેરકાયદેસર વસાહતો દુર કરશો.’ નોંધનીય છે કે, ધારાસભ્ય અમિત શાહે પણ આ દબાણો હટાવવા માટે એએમસીને પત્ર લખ્યો છે.