આજે 26મી ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ, મહાશિવરાત્રિનું પાવન પર્વ; 614 વર્ષ બાદ આજે નગરદેવી ભદ્રકાળી માતા નગરયાત્રાએ નીકળશે

આજે 26મી ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ, મહાશિવરાત્રિનું પાવન પર્વ; 614 વર્ષ બાદ આજે નગરદેવી ભદ્રકાળી માતા નગરયાત્રાએ નીકળશે


6.25 કિમી લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો, ડીજે, અખાડા જોડાશે

(જી.એન.એસ) તા. 25

અમદાવાદ,

આજે 26મી ફેબ્રુઆરી, એટલે કે અમદાવાદનો સ્થાપના દિવસ અને સાથેજ મહાશિવરાત્રિનો પાવન પર્વ પણ છે ત્યારે અમદાવાદ શહેરની સ્થાપના બાદ એટલે કે, 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળવાના છે. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઊમટશે. સવારે 7:30 વાગ્યે પ્રસ્થાન થનારી નગરયાત્રા સૌથી જૂના શહેરના વિસ્તારમાં ફરવાની છે, જેને ધ્યાને રાખી નગરચર્યાના રસ્તા સહિત અમુક રસ્તા બંધ કરવામાં આવ્યાં છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ બાબતે જાહેરનામું બહાર પાડી સૂચના આપવામાં આવી છે. 

અમદાવાદ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાં અનુસાર, અમદાવાદ શહેરમાં આવતીકાલ 26 ફેબ્રુઆરીના દિવસે ભદ્રકાળી માતાજીની નગરયાત્રા નિકળવાની છે. જે નગરયાત્રામાં આશરે 5 હજારથી વધારે જનસંખ્યા તથા માતાજીનો રથ, પાંચ છોટા હાથી વ્હીકલ, જગન્નાથ મંદિરના હાથી, અખાડાના કલાકાર, નાસિક ઢોલ ગૃપ, પાંચ સાધુની ધજાઓ, એક બેન્ડ વાજાની ટુકડી, એક ડી.જે ટ્રક, ત્રણ ભજન મંડળીઓ, 15 કાર, 100 ટુ-વ્હીલર નીકળવાની છે. તેથી નગરયાત્રા દરમિયાન નીચે જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ ડાયવર્ઝન કરવામાં આવે છે.

નગરીત્ર દરમિયાન બંધ રહનાર રસ્તાઓ ની વિગત:-

શ્રી ભદ્રકાળી માતાજી મંદિરથી કારંજ પોલીસ સ્ટેશન- ત્રણ દરવાજા-પાનકોર નાકા-માણેક ચોક-ગોળ ગલીથી મ્યુનિસિપલ કોઠા- ગોળલીમડા-ખમાસા ચાર રસ્તા-જગન્નાથ મંદિરથી જમાલપુર શાકમાર્કેટ- ફૂલબજારની આગળથી રોંગ સાઇડમાં રિવરફ્રન્ટ અંદર-મહાલક્ષ્મી મંદીરથી વિક્ટોરીયાગાર્ડન-અખાડાનંદ સર્કલ-વસંત ચોકથી લાલદરવાજા-અપના બજાર-સિદ્દી સૈયદની જાળી–વીજળીઘર-શ્રી બહુચર માતાનાં મંદિરથી પરત શ્રી ભદ્રકાળી માતાજી મંદિર સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.

નોંધનીય છે કે, સદર કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલ સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમા વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગુ નહીં પડે. આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-33 ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને 26 ફેબ્રુઆરીની સવારે 4 વાગ્યાથી નગરયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘંન કરનારને ભારતીય ન્યાય સંહીતા (BNS) 2023 ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે.

નગરીયાત્રા દરમિયાન વૈકલ્પિક માર્ગની વિગત:-

  • વિજળી ઘર ચાર રસ્તાથી પાલીકા બજાર થઈ નેહરુબ્રિજ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી એલીસબ્રિજથી ડાબી બાજુ વળી વિકટોરીયા ગાર્ડન તરફના માર્ગનો ઉપયોગ કરી શકાશે.
  • ગોળલીમડાથી રાયપુર દરવાજા થઈ એસ.ટી. ચાર રસ્તા થઈ જમાલપુર ચાર રસ્તા તરફના માર્ગનો ઉપયોગ કરી શકાશે.
  • જમાલપુર ચાર રસ્તા થઈ ફૂલ બજારથી સરદારબ્રિજના પૂર્વ છેડાથી ડાબી બાજુના રોડ થઈ પૂર્વનો રિવરફ્રન્ટ રોડથી કામા હોટલ રિવરફ્રન્ટ કટ લઈ ખાનપુર દરવાજાથી ઘી કાંટા તરફના માર્ગનો ઉપયોગ કરી શકાશે.
  • કામા હોટલ રિવરફ્રન્ટ ટી થી ડાબી બાજુ વળી બેકરી સર્કલથી રૂપાલી સિનેમાથી જમણી બાજુ વળી નહેરુ બ્રિજ તરફ અવર-જવર કરી શકાશે.

ભદ્રકાળી માતાજી ની નગરયાત્રાના રૂટના કાર્યક્રમો:-

  • સવારે 7.30 વાગે નગરદેવી મા ભદ્રકાળી મંદિરે પાદુકા આરતી
  • સવારે 7.45 વાગે લક્ષ્મી માના પંજાની આરતી
  • સવારે 8.00 વાગે યાત્રા માટે રથ પર માના પાદુકાની પધરામણી
  • સવારે 8.30 વાગે મહારાજ દ્વારા ત્રણ દરવાજા ખાતે દિવાની આરતી
  • સવારે 9.00 વાગે બાબા માણેકના વંશજો દ્વારા બાબા માણેકનાથ મંદિર માણેક ચોક ખાતે પાદુકાની આરતી
  • સવારે 9.45 વાગે એએમસી ઓફિસ ખાતે મેયર અને અધિકારીઓ દ્વારા પાદુકાની આરતી
  • સવારે 10.30 વાગે જમાલપુર જગન્નાથ મંદિરે મંદિરના મહંત દ્વારા પાદુકાની આરતી
  • સવારે 11.15 વાગે રિવરફ્રન્ટ ઘાટ પર સાબરમતી નદીની આરતી
  • બપોરે 12.00 વાગે પૌરાણીક મહાલક્ષ્મી મંદિર ખાતે પાદુકાની આરતી
  • બપોરે 12.30 વાગે વસંત ચોક ખાતેના પ્રાચીન ગણેશ મંદિરના પૂજારી દ્વારા પાદુકાની આરતી
  • બપોરે 1.00 વાગે બહુચર માતા મંદિર ખાતે પાદુકાની આરતી
  • બપોરે 1.30 વાગે ભદ્રકાળી મંદિર ખાતે હવન અને ભંડારો

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

    Related Articles

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *