આજે પૂનમના દિવસે દ્વારકા મંદિરના દર્શનના સમયમાં ફેરફાર 

આજે પૂનમના દિવસે દ્વારકા મંદિરના દર્શનના સમયમાં ફેરફાર 





(જી.એન.એસ) તા. 11

દ્વારકા,

આજે (11 જૂન) પૂનમના દિવસે જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવને લઈને શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિરમાં સવારે 6 વાગ્યે મંગલા આરતી થશે અને સવારે 8 વાગ્યા સુધી મંગલા દર્શન થશે.

દ્વારકાધીશ મંદિરમાં 11 જૂન, બુધવારે પૂનમના દિવસે જ્યેષ્ઠાભિષેક અને જળયાત્રા ઉત્સવને ધ્યાનમાં રાખીને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિરમાં સવારે 6 વાગ્યે મંગલા આરતી થશે, જે સવારે 8 વાગ્યા સુધી ચાલશે. 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી શ્રીજીને ખુલ્લા પડદે અભિષેક અને બાદમાં સ્નાન કરાવાશે. ત્યારબાદ બપોરે 1થી સાંજના 5 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે, જ્યારે સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન થશે. સાંજે 5થી રાત્રિના 9.30 વાગ્યા સુધી જલયાત્રા ઉત્સવ ઊજવાશે, જેથી રાત્રે 9.30 વાગ્યે દર્શન બંધ રહેશે. 






Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *