(જી.એન.એસ) તા. 15
ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન ને શરૂ થવામાં હવે ગણતરી ના દિવસો બાકી છે, આ સિઝનમાં કુલ પાંચ ટીમો નવા કેપ્ટનો સાથે પ્રવેશ કરશે. હવે તમામ 10 ટીમોના કેપ્ટનોની પુષ્ટિ થઈ ગઈ છે. દિલ્હી કેપિટલ્સે શુક્રવારે સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા. આ સાથે તમામ 10 ટીમોના કેપ્ટનોની પુષ્ટિ થઈ ગઈ.
આઈપીએલ 2025 માટે 10 ટીમોના કેપ્ટનોની યાદી:-
૧- દિલ્હી કેપિટલ્સ- અક્ષર પટેલ
૨- સનરાઇઝર્સ હૈદરાબાદ- પેટ કમિન્સ
૩- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- રજત પાટીદાર
૪- રાજસ્થાન રોયલ્સ- સંજુ સેમસન
૫- પંજાબ કિંગ્સ- શ્રેયસ ઐયર
૬- લખનૌ સુપર જાયન્ટ્સ- ઋષભ પંત
૭- મુંબઈ ઇન્ડિયન્સ- હાર્દિક પંડ્યા
૮- કોલકાતા નાઈટ રાઇડર્સ- અજિંક્ય રહાણે
૯- ગુજરાત ટાઇટન્સ- શુભમન ગિલ
૧૦- ચેન્નાઈ સુપર કિંગ્સ- ઋતુરત ગાયકવાડ
આઈપીએલ 2025 ની પ્રથમ મેચ 22 માર્ચના રોજ યોજાશે. આ વખતે બધી મેચો ૧૩ શહેરોમાં રમાશે. IPL 2025 ની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આઈપીએલની પહેલી મેચ 22 માર્ચે સાંજે 7:30 વાગ્યે રમાશે. મેચનો ટોસ 7 વાગ્યે થશે. આ વખતે RCB એ રજત પાટીદારને કેપ્ટનશીપ સોંપી છે, જ્યારે KKR ની કમાન સિનિયર ખેલાડી અજિંક્ય રહાણેના હાથમાં છે.
આઈપીએલ 2025 નો ઉદ્ઘાટન સમારોહ પશ્ચિમ બંગાળમાં કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે યોજાશે. IPL ના ઉદ્ઘાટન સમારોહમાં પ્રખ્યાત બોલિવૂડ સ્ટાર્સ પરફોર્મ કરશે. પરંતુ સમારોહમાં કયા કલાકારો પરફોર્મ કરશે તે હજુ સુધી પુષ્ટિ થયેલ નથી. IPL 2025નો ઉદ્ઘાટન સમારોહ 22 માર્ચે સાંજે 6 વાગ્યે શરૂ થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.